જામનગર: વર્ષોથી ધમધમતા શેર બજારના ગેર કાયદે ડબ્બા પર પોલીસની ઘોસ

0
1616

જામનગરમાં દિગ્વિજય પ્લોટ ૫૫માં એલસીબી પોલીસે રહેણાંક મકાન પર દરોડો પાડી ગેર કાયદેસર રીતે ધમધમતો શેર માર્કેટનો  ડબ્બો પકડી પાડયો છે. પોલીસે સોદા પાડતા ત્રણ સખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ સખ્સો રાજકોટના સખ્સ પાસે કપાત કરાવતા હોવાની  વિગતો સામે આવી છે. ઉપરાંત મુંબઈની એક મહિલા સહીતના સખ્સો  અહીં સોદા પાડતા હોવાની વિગતો જાહેર થઇ છે. પોલીસે અન્ય છ સખ્સોને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ- પપ, વી.પટેલ આંગડીયા નજીક, નરેન્દ્ર નિવાસ નામના મકાનમાં ઉપરના માળે અમુક સખ્સો ગેર કાયદેસર રીતે શેરનો ડબ્બો ચલાવતા હોવાની જામનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી જેના આધારે સમગ્ર સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે મકાનના ઉપરના માળે શેર બજારના સોદા પાડતા નરેન્દ્રભાઇ વ્રજલાલ સુમરીયા રહે.રત્નમણી એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૦૭, નૈન વિજય વાળી ગલી, બીજો માળ જામનગર, બ્રિજેશભાઇ કિશોરભાઇ પેથડ જાતે મહાજન, રહે. ફલેટ નંબર-૪૦૧, ઓમ રેસીડન્સી હરજી મિસ્ત્રી રોડ,જામનગર અને નિતિનભાઇ શાંતિલાલ નાગડા જાતે મહાજન રહે. જે.કે.ટાવર ફલેટ નંબર-૭૦૨, હિરજી મિસ્ત્રી રોડ જામનગર વાળા સખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે આ સખ્સોના કબજામાંથી રોકડ રૂપિયા ૩૩,૨૦૦ તથા કોમ્પ્યુટર સેટ-૩ કિ.રૂ.૨૦,૬૫૦ તથા રૂપિયા ૫૫ હજારની કીમતના ૧૬ નંગ મોબાઈલ ફોન સહીત રૂપિયા રૂા. ૧,૧૫,૩૭૦ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.

એલસીબી પોલીસે ત્રણેય સખ્સોની પૂછપરછ કરતા આ ડબ્બા પર અભિષેક રહે. નાગપુર મો.નં. ૯૮૫૦૨૯૮૫૦૨, બિપીનભાઇ રહે. રાજકોટ  મો.નં. ૮૪૮૩૦૦૯૨૬૧, ભાવેશભાઇ રહે જામનગર મો.નં- ૯૧૦૬૪૫૬૨૭૪, સુધીરભાઇ રહે. જામનગર મો.નંબર- ૯૮૭૯૦ ૫૩૩૮૮, જિનલબેન મહાજન રહે. મુંબઇ માટુંગા મો.નં. ૯૦૦૪૦ ૬૬૯૪૪, કાનાભાઇ લુહાણા રહે. રાજકોટ વાળા સખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. જેમાં રાજકોટના સખ્સ પાસે આ ત્રણેય  સખ્સો કપાત કરાવતા હોવાની વિગતો સામે આવી છે. પોલીસે તમામ સામે ધી સીકયુરીટી કોન્ટ્રા કટ (રેગ્યુ લેશન) એકટ ૧૯પ૬ ની કલમ- ૧૯, ર૩(૧) બી, સી,ડી,ઇ,એફ,જી,એચ,આઇ મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં આરોપીઓએ કાયદેસરના લાયસન્સની આડમા ખાંગી મકાન વાળી જ્ગ્યાએ ગેરકાયદેસર રીતે સ્ટોક એસચેન્જ ઉભુ કરી ત્રણેય સખ્સોએ અન્ય આરોપીઓ સાથે ટેલિફોનીક રીતે શેરની લે-વેચના સોદાઓ કરી, ડબ્બા ટ્રેડીંગ ચલાવી આરોપી કાનાભાઈ પાસે કપાત કરાવતા હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધી એલસીબીના પીઆઈ કે કે ગોહિલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here