જામનગર: દિવાળીની રાત્રે શહેરમાં લાગી ૩૭ જગ્યાએ આગ, સાત ઘરમાં પણ બનાવ

0
1237

આગામી વર્ષે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે આ વખતેની દિવાળી અલગ જ જોમ ભરનારી છે.  ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ માટે સદીઓ સુધી વાટ જોઇને બેઠેલ પેઢીઓએ આ વખતે અનોખી અને બમણા ઉત્સાહ સાથે આતશબાજી કરી દિવાળીની ઉજવણી કરી હતી. જામનગર શહેરમાં સાંજથી શરુ કરી છેક વહેલી સવાર સુધી આતશબાજીની ગુંજ દુર સુદૂર સંભાળતી રહી હતી.

આ આતશબાજી વચ્ચે શહેરમાં જુદી જુદી જગ્યાએ આગ લાગ્યાના ૩૭ બનાવો ફાયર સ્ટેશન પર કોલ સ્વરૂપે નોંધાયા છે. જેમાં ૮ બનાવ રહેણાંકમાં બન્યા હતા જયારે મોટાભાગના બનાવો ખુલ્લા કચરાઓમાં બન્યા હતા. જો કે કોઈને ઈજા થઇ હોવાની નોંધ થઇ નથી. આગના ત્રણ ડઝન ઉપરાંત બનાવોમાં સામાન્ય નુકસાન થયું છે.

જામનગર શહેરમાં લોકોએ દિવાળીના પર્વની અનેરા ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરી હતી. સાંજ પડતા જ ચોતરફ આતશબાજી શરુ થઇ હતી. ગલી મહોલ્લાથી માંડી જાહેર માર્ગો અને બજારોમાં ફટાકડાઓની ગુંજ શરુ થઇ હતી. વહેલી સવાર સુધી શહેરના અનેક વિસ્તારો આતશબાજીથી ગુંજતા રહ્યા હતા. આ આતશબાજીની ચિનગારીએ શહેરના ૩૭ જગ્યાએ આગ લગાવી હતી.  આઠ જગ્યાએ રહેણાકમાં આગ લાગી હતી.

જેમાં એમ્યુજ્મેન્ટ પાર્ક પાસે એપાર્ટમેન્ટને દસમાં માળે, સ્વામીનારાયણ નગરમાં આવેલ મકાનના ત્રીજા માળે, ગ્રીન સીટી વિસ્તારમાં ત્રીજા માળે, નવાગામ ઘેડ વિસ્તારમાં બંધ દુકાનમાં, ખારવા ચકલા વિસ્તારમાં બંધ મકાનમાં, ગુરુ દ્વારા નજીક પુનીત હોટેલ પાસેના બીજા માળે આગ લાગી હતી. આ ઉપરાંત ખોડિયાર કોલીની વિસ્તારમાં આવેલ નીલકમલ સોસાયટીના બે સ્થળોએ ખુલ્લામાં કચરામાં, વી માર્ટ સામે ઉભા કરાયેલ મંડપમાં, કાલાવડનાકા બહાર વાડામાં, હિંગળાજ ચોક નજીક, લીમડા લાઈન વિસ્તારમાં પાંજરાપોળ પાસે આગના બનાવ બન્યા હતા અને ફાયરને કોલ મળતા જ એક એક ટીમ ત્યાં પહોચી આગ પર નીયંત્રણ મેળવ્યું હતું.

જયારે બર્ધન ચોક નજીક ટીસીમાં, લાલવાડી ત્રિમંદિરની બાજુમા ઝાડમાં, દરેડ જીઆઈડીસી ફેસ-રમાં જાહેરમાં કચરામાં, નાગરચકલા કિશાન ચોક નજીક, હરિયા કોલેજની બાજુમાં, દિગ્વિજ પ્લોટ ૫૮ અને ૧૪માં જાહેરમાં કચરામાં, લાલપુર બાયપાસ નજીક ખેતરની કડબમાં, ગોકુલનગર વિસ્તારમાં મયુરનગરમાં રહેણાંકમાં સંગ્રહ કરાયેલ કડબમાં, કામદાર કોલોની શેરી નંબર આઠમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. જોકે આ તમામ બનાવમાં કોઈએ ઈજા પહોચી નથી. આ ઉપરાંત ફાયરની બંદોબસ્તમાં રહેલ ગાડીઓ પર આખી રાત આગ ઓલવવામાં લાગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here