જામનગર: નેફ્રોલોજીસ્ટની હડતાળ, ડાયાલીસીસની જરૂરિયાત વાળા દર્દીઓની વ્હારે આવી આ હોસ્પિટલ

0
470

જામનગર: નેફ્રોલોજીસ્ટ તબીબોની હડતાળમાં જામનગરની ખાનગી હોસ્પિટલોએ બાજી સંભાળી દર્દીઓની વ્હારે આવ્યા છે. શહેરમાં જે બે મોટી હોસ્પિટલમાં ડાયાલીસીસ થાય છે તે સંચાલકોએ ત્રણ દિવસ મફત સારવાર કરી માનવીય અભિગમ અપનાવ્યો છે. પીએમ જય યોજના અંતર્ગત ફીના ધોરણમાં ઘટાડાને લઈને રાજ્યના નેફ્રોલોજીસ્ટ ત્રણ દિવસની હડતાળ પર ઉતર્યા છે. આ હળતાલનો આજે અંતિમ દિવસ છે.


રાજ્યભરમાં નેફ્રોલોજીસ્ટ તબીબોની હડતાળના પગલે અનેક દર્દીઓને ડાયાલીસીસ કરાવવામાં તકલીફ ઊભી થઈ છે….પીએમ જય યોજના અંતર્ગત કરાયેલ દર ઘટાડાના પગલે રાજ્યમાં ત્રણ દિવસથી નેફ્રોલોજીસ્ટ કામથી અળગા રહ્યા છે…જેને લઈને આયુસમાન કાર્ડ પર સારવાર લેતા દર્દીઓ તકલીફમાં મુકાયા છે…ત્યારે જામનગરની આંણદા બાવા સેવા સંસ્થા દ્વારા સંચાલિત હોસ્પિટલ દ્વારા માનવતાવાદી પગલું ભરવામાં આવ્યું છે. અહીં કિડની ડાયાલિલીસ સેન્ટર પર હોસ્પિટલ તંત્રએ નિઃશુલ્ક ડાયાલિસિસ કરી આપ્યા છે. જામનગર શહેરમાં દર માસે અંદાજીત અઢી હજાર દર્દીઓ ડાયાલિસિસ કરાવે છે..જ્યારે આણંદા બાવા સંસ્થાના ડાયાલીસીસ વિભાગમાં માસાન્તે 700 જેટલા દર્દીઓ ડાયાલીસીસ કરવામાં આવી રહ્યા છે એમ અહીંનાડાયાલિસિસ, ફિઝિશયન ડૉ. જલ્પેશ ધોળકિયાએ જામનગર અપડેટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

એક તરફ વધારે રૃપિયાની લાલચે નેફ્રોલોજીસ્ટ હડતાળ પર ઉતર્યા છે ત્યારે કપરા સમયે સામાજિક સેવાઓ કરતી સંસ્થાએ કરેલ પહેલને બીરદાવવી જ રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here