જામનગર: નેવી જવાને સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી કર્યો આપઘાત

0
211

જામનગર: જામનગરમાં આવેલ આઈએનએસ વાલસુરા ખાતે ફરજ બજાવતા નેવીના જવાને પોતાની ફરજના સ્થળે પેટના ભાગે સર્વિસ રિવોલ્વરથી ફાયર કરી આપઘાત કરી લીધો છે. મૂળ રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના જવાને કયા કારણોસર આપઘાત કર્યો છે એ સ્પષ્ટ થયું નથી. જામનગર પોલીસે નેવી મથક પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં આવેલ લશ્કરના નેવી મથકમાં આ ઘટના ઘટી છે. આઈએનએસ વાલસુરા ખાતે ફરજ બજાવતા મૂળ રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના ઇકબાલ મોહમદખાન કયમખાની નામના ૪૭ વર્ષીય જવાન ગઈ કાલે સાંજે સાડા પાંચેક વાગ્યે એરિયા વોચ ટાવર નવ પર પોતાની ફરજ પર હતા ત્યારે ત્યાં ફાયરીંગ થયાનો આવાજ આવ્યો હતો. જેને લઈને અન્ય જવાનો ત્યાં પહોચ્યા હતા. જ્યાં ઇકબાલ ક્યમખાનીને પેટના ભાગે ગોળી લાગેલી અને લોહીલુહાણ થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જો કે આ જવાનને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોતાની જ ઇન્સાસ સર્વિસ રિવોલ્વરમાંથી છાતીના ભાગે ફાયરીંગ કરી જવાને આપઘાત કરી લીધો હોવાની વિગતો જાહેર થઇ છે. આ બનાવ અંગે જાણ કરવામાં આવતા બેડી મરીન પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતદેહ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નેવી દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આપઘાતનું કારણ બહાર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here