રેકડી ધારકો માટે ભાજપ-કોંગ્રેસ સાથ સાથ, નગરસેવિકાઓએ બાયો ચડાવી

0
461

જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રેકડી કાઢી ધંધો કરતા રેકડી ધારકો સામે લોક ડાઉન દરમિયાન કડક કાર્યવાહી કરી રેકડીઓ કબજે કરી હતી. જેને લઈને સતાધારી ભાજપ અને વિપક્ષમાં રહેલ કોંગ્રેસના અમુક નગરસેવકોએ જાહેરમાં તો અમુક કોર્પોરેટરોએ છૂપો વિરોધ કર્યો હતો. જો કે કમિશનરે ભાજપ-કોંગ્રેસની વાત ન સાંભળતા આજે કોંગ્રેસના નગરસેવિકા જેનબબેન ખફી અને કોંગ્રેસમાંથી જીતી ભાજપમાં ભળી ગયેલ નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ જાહેરમાં રોષ દર્શાવી કમિશ્નર કચેરી સામે ધારણા પર બેસી ગયા હતા. ભાજપ-કોંગ્રેસની નગરસેવિકાઓ એક સાથે એક જ મુદ્દાને લઈને ધરણા પર બેસી જતા મહાપાલિકા વહીવટી પ્રસાસનમાં દોડધામ મચી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here