જામનગર અને દેવભૂમિ દ્વારકા સાંસદ પુનમબેન માડમ કોરોના સંક્રમિત

0
461

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની સયુંકત સંસદીય વિસ્તારના સાંસદ પૂનમ માડમ આજે કોરોના સંક્રમિત થયા હોવાનો રીપોર્ટ આવ્યો છે. સાંસદ છેલ્લા એક સપ્તાહથી જામનગરમાં જ છે. ત્યારે પોતાના સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે. હાલ તેઓ હોમ અઈસોલેટ થયા છે અને તેઓને સામાન્ય તાવ સાથે લક્ષણો સામેં આવતા તેઓએ રીપોર્ટ કરાવ્યો હતો.

જામનગર જિલ્લાના સાસંદ પૂનમબેન માડમ પણ કોરોના સંક્રમિત થયા છે. પોતાને સામાન્ય તાવ આવતા કોરોના રીપોર્ટ કરાવ્યો હતો જેમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાહેર થયું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમયથી સાંસદ માડમ જામનગર અને દેવભૂમિ દ્વારકાના પ્રવાસ કર્યા છે. સાથે સાથે સરકારી અને સામાજિક પ્રસંગોમાં પણ હાજરી આપી છે. આ ઉપરાંત તેઓની ઓફીસમાં પણ અરજદારો સાથે રજુઆતો  સાંભળી છે. જેને લઈને તેઓએ અપીલ કરી છે કે જે જે વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવ્યા  છે તેઓએ પોતાના કોરોના રીપોર્ટ કરાવી લ્યે, હાલ તેણીની હોમ આઈસોલેટ થયા છે અને તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે જામનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની કોરોનાગ્ર્સ્ત થયા છે. આ ઉપરાંત જીલ્લા પંચાયત પ્રમુખ ચનીયારા, પૂર્વ મંત્રી ચીમન સાપરિયા અને કલેકટર પારધી તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી પણ કોરોના સંક્રમિત થયા છે. ગઈ કાલે શહેર જીલ્લાની વાત કરવામાં આવે તો શહેરમાં અઢી સો ઉપરાંત અને જીલ્લામાં સો ઉપરાંત દર્દીઓ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here