મહિલા-પુરુષના અનૈતિક સંબંધની ઘટનાઓ સમયાંતરે તમામ મીડિયામાં પ્રકાશિત થતી રહેતી હોય છે, અમુક કિસ્સાઓમાં સંસાર ભંગ થતો હોય છે તો અમુક કિસ્સામાં સંસાર વિચ્ચ્છેદ થતો હોય છે. તો અમુક કિસ્સાઓ શંકા અને વહેમના આધારે મીડિયામાં સમાચાર બની જતા હોય છે. આવો જ એક કિસ્સો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા બે શહેરના બે પાત્રો વચ્ચેના સબંધોની શંકાને લઈને બન્યો છે.

રાજકોટમાં રહેતા એક પરિવારનો યુવાન લગ્ન કરી અમદાવાદમાં સેટલ થયો છે. જયારે તેના મોટાભાઈ સહિતનાઓ રાજકોટમાં જ રહે છે. વિવિધ પ્રસંગે અને વારતહેવારે બંને ભાઈઓ એકબીજાના ઘરે આવતા જતા રહે છે. જો કે અમદાવાદ રહેતા ભાઈની શંકાશીલ પત્નીએ તેના પતીને રાજકોટ રહેતા ભાભી સાથે અનૈતિક સબંધ હોવાની શંકા ગઈ હતી. જેને લઈને તેણીનો સ્વભાવ ચીડિયો થઇ થઈ ગયો હતો. ધીરે ધીરે આ શંકા પ્રબળ બનતી ગઈ અને એક દિવસ પત્નીએ પતિને કહી દીધું કે તમે ભાભીના મોબાઈલનું ઓનલાઈન રીચાર્જ તો કરો છો સાથે સાથે મીઠાસ ભર્યા સબંધો પણ રાખો છો. એમ કહેતા જ પતિએ પત્નીને ઝૂડી નાખી હતી. જેને લઈને પત્નીએ મહીલા હેલ્પ લાઈનની મદદ માંગી હતી. ૧૦૮૧-અભયમની ટીમે જે તે મહિલાના ઘરે પહોચી કાઉન્સેલિંગ કર્યું હતું. પતિના જેઠાણી સાથેના અનૈતિક સબંધની શંકાને લઈને સંસારમાં કંકાસ થયો હોવાનું સામે આવ્યું હતું. ટીમે દંપતીને સમજણ આપી સમાધાન કરાવ્યું હતું.