જામનગર : સતત આંચકાઓથી ધ્રુજે છે મોટી ભલસાણ ગામ, છે કોઈ ચિંતા કરવા વાળું?

0
1390

જામનગર : જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના હળવા આંચકાઓનો સિલસિલો શરુ થયો છે. કાલાવડ-જામનગર અને લાલપુર વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાંથી ઉદભવતા આંચકાઓને કારણે ગ્રામ્ય પંથકમાં ભયનું મોજું પ્રસરી ગયું છે. એમાય સૌથી મોટી અસર જામનગર નજીકના મોટી ભલસાણ ગામને થવા પામી છે. અહી સતત આંચકાઓ અને ભેદી ધડાકાઓની સીરીજ શરુ થતા ગ્રામજનો ભયમાં મુકાયા છે.  ગ્રામજનો દ્વારા તંત્રને જાણ પણ કરવામાં આવી છે. છતાં આજ દિવસ સુધી આ પરિસ્થિતિનો તાગ મેળવવા કોઈ ડોકાતુ નથી તે વાસ્તવિકતા છે.

જામનગર અને કાલાવડ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપનાં હળવા આંચકાઓથી ધણધણી રહ્યો છે. સમયાંતરે આવતા આંચકાઓને કારણે હાલ ગ્રામ્ય  પંથકમાં ભયનો માહોલ ઉભો થયો છે. સૌથી વધુ અસર થઇ છે જામનગર નજીકના મોટી ભલસાણ ગામને અહી દરરોજ અનેક વખત હળવા કંપનો આવી રહયા છે અનેક વખત કાંધી પરના વાસણો નીચે પડી ગયા છે અનેક કાચા-પાકા મકાનોમાં તિરાડો પડી ગઈ છે સતત ભૂકંપના કારણે આ તિરાડો સતત મોટી જ થતી જાય છે. સતત આવતા આંચકાઓને લઈને ભયનો માહોલ ઉભો થયો છે.

ગ્રામજનો દ્વારા તંત્ર અને પ્રજાના પ્રતિનિધિને જાણ કરવામાં આવી છે. છતાં આજ દિવસ સુધી ગ્રામજનોના ભય સામે સાંત્વના આપવા પણ કોઈ ડોકાયું નથી. હાલ ગ્રામજનોમાં સરકાર, વહીવટી તંત્ર અને પ્રજાના પ્રતિનિધિઓ પ્રત્યે રોષ ફેલાયો છે.

આજે સાંજે સાડા છ થી સાત વાગ્યાના ગાળામાં એકંદરે ૧૫ ઉપરાંત આચકાઓ આવ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. જેમાં એક દીવાલ પડી ગઈ છે. જો કે આ ભૂકંપ સતાવાર રીતે નોંધાયો નથી પંરતુ ગ્રામજનો પોતાના મકાનની બહાર આવી ગયા હતા. સતત આંચકાઓની પરંપરા વચ્ચે તંત્રએ અહી સુધી આવી સંસોધન કરવું જોઈએ એટલે ગ્રામજનોનો ભય દુર થાય એમ ખુદ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here