જામનગર: મારે તારી સાથે જ રહેવું છે, મહિલાએ ના પાડીને આરોપીનો પીતો ગયો, પછી આવું કર્યું

0
759

જામનગર નજીકના ખીજડિયા ગામે એક મહિલાના ઘરે પ્રવેશ કરી તેણીને તથા તેની માતાને માર માર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે  આરોપી તેણીની સાથે રહેવા માંગતો હોય પરંતુ તેણીએ ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ, માર મારી તેણીના છોકરાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગરથી ૧૮ કિલોમીટર દૂર આવેલા અલિયા ગામે હબીબ નગર વિસ્તારમાં સંગીતાબેન મુકેશભાઈ જરમરિયા નામની મહિલા પર બટુક ઉર્ફે જકાત હકાભાઇ ઝિંઝુવાડીયા નામના શખ્સે બોલાચાલી કરી હુમલો કર્યો હતો. આરોપીએ  વાણીવિલાસ આચરી ફળિયામાં પડેલ લાકડી લઇ, તેણે તેણી ને મારી આંખ નીચે તથા ડાબા કાન ઉપર માથાના ભાગે તેમજ તેણીની માતા વચ્ચે પડયા હતા.

જેને લઈને આરોપીએ તેણીની માતાને પણ માથામાં ડાબી આંખ ઉપર એક લાકડીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. આટલું ઓછું હોય તેમ આરોપીએ સંગીતાબેન ના છોકરાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સંગીતાબેન આરોપી સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here