જામનગર: મારે જીવવું નથી એમ કહી નીકળેલ યુવાને પેટમાં પથ્થર બાંધી ડેમમાં ઝંપલાવ્યું

0
448

જામનગર નજીકના સસોઈ ડેમમાં જંપલાવીને નાઘેડી ગામના એક યુવાને જીવનનો અંત આણ્યો છે. માનસિક બીમારીથી કંટાળી ગયેલા યુવાને શરીરે પથ્થર બાંધી ડેમમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી લીધી હોવાનું સામે આવ્યું છે. મારે જીવવું નથી હું આ માનસિક બીમારીથી કંટાળી ગયો છું તેમ કહીને ઘરેથી નીકળી ગયેલા યુવાનનો મૃતદેહ સસોઈ ડેમમાંથી મળી આવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે

જામનગર નજીકના નાઘેડી ગામે રહેતા ભાયાભાઈ રણમલભાઈ ચાવડા નામના આહીર પ્રૌઢના 26 વર્ષીય પુત્ર નિલેશ ભાઈ ચાવડા નો મૃતદેહ સસોઈ ડેમમાંથી મળી આવ્યો છે. પોતાના પુત્રનો મૃતદેહ મળી આવતા પિતા સહિતના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જામનગર ફાયર તંત્રે યુવાનના મૃતદેહને ડેમ માંથી બહાર કાઢી લાલપુર પોલીસ હવાલે કર્યો હતો.

આ બનાવ અંગે મૃતકના પિતા ભાયાભાઈ એ લાલપુર પોલીસ દફતરમાં નિવેદન નોંધાવ્યું હતું. જેમાં પોતાનો પુત્ર છેલ્લા ચારેક વર્ષથી માનસિક બિમારીમાં સપડાય હતો અને ગત 28મી ના રોજ પોતાના ઘરના સભ્યોને કહીને નીકળ્યો હતો કે મારે હવે જીવવું નથી હું માનસિક બીમારીથી કંટાળી ગયો છું. છેલ્લા ચારેક મહિનાથી  લાગુ પડેલ માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘરેથી ચાલ્યા ગયેલા યુવાને પોતે પોતાના હાથે પોતાના શરીરે પથ્થર બાંધીને સસોઈ ડેમ માં પડતું મુક્યું હતુ. આ બનાવના પગલે નાઘેડી ગામ સહિત આહિર સમાજમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. મૂળ નવાણીયા ગામ ના ભાયાભાઈ જામનગર નજીકના નાઘેડી ગામે કામ ધંધો કરવા આવ્યા હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here