જામનગર : ભાજપના સ્નેહ મિલનમાં અનેકના પર્સ ચોરાયા

0
1212

જામનગરમાં ગઈ કાલે શહેર-જીલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત ટાઉન હોલ ખાતે તલાટી આવાસ અને એમ્યુલન્સનું લોકાર્પણ યોજાયું હતું. પ્રદેશ ભાજપા અધ્યક્ષની હાજરીમાં યોજાયેલ આ બંને કાર્યક્રમોમાં કાર્યકરોનો જુવાળ હોય એ સ્વાભાવિક છે. સંગઠન અને જનપ્રતિનિધિઓના આ મેળાવડામાં તસ્કરો પણ ભળી જતા અનેક કાર્યકરો અને જનપ્રતિનિધિઓના ગજવા હળવા થઇ ગયા હોવાની વિગતો જાણવા મળી છે.

સ્નેહ મિલનની આ તસ્વીર પ્રતીકાત્મ છે

શનિવારે સાંજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં શહેર ભાજપ દ્વારા ટાઉન હોલ ખાતે આવાસ લોકાર્પણ અને એમ્યુલન્સ અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હકડે ઠાઠ જનમેદની વચ્ચે રંગે ચંગે પૂર્ણ થયો હતો. ત્યારબાદ વિશાળ બાઈક રેલી યોજાઈ હતી જે ઓસવાળ સેન્ટર સુધી પહોચી હતી જ્યાં શહેર-જીલ્લા ભાજપા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિ હોય અને જનસેલાબ ન હોય એવું બને ???? બંને કાર્યક્રમોમાં કાર્યકરોનો સેલાબ ઉમટી પડ્યો હતો. લગભગ ચારેક કલાક સુધી ચાલેલ આ કાર્યક્રમો રંગે ચંગે પૂર્ણ થયા હતા. સ્વાગત-સત્કાર અને ભાષણબાજીથી લઇ ભોજન  સમારંભ સુધીના કાર્યક્રમ વચ્ચે તસ્કરો પણ સહભાગી બની ગયા, કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે વિગતો સામે આવી કે ચારેક કલાકના ગાળામાં પોલીસની હાજરી વચ્ચે ગઠીયાઓએ ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ અને જન પ્રતિનિધિઓને ટાર્ગેટ કર્યા હતા. કેટલાય કાર્યકરો-નેતાઓના રોકડ રકમ ભરેલ પાકીટ ચોરાઈ ગયા હતા. કોણે ? કયારે હાથ સાફ કરી લીધો એ ખબર જ પડી, જયારે ખબર પડી ત્યારે મોડું થઇ ગયું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાકીટ ચોરી થઇ ગયાની ખબર પડતા સમગ્ર કાર્યક્રમમાં જોમ જુસ્સો બતાવનાર અનેક કાર્યકરો અને નેતાઓ વિલા મોઢે પરત ફર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here