જામનગર: છેલબટાઉ સખ્સે બાથરૂમમાં ન્હાતી યુવતીના ફોટા પાડ્યા, ભાઈ જોઈ ગયો, પછી..

0
1554

જામનગર : શહેરના બાઈની વાડી વિસ્તારમાં એ સખ્સે ઘરમાં પ્રવેશ કરી બાથરૂમમાં ન્હાતી યુવતીના ફોટા પાડી લીધા, આ ઘટના સમયે યુવતીનો ભાઈ એ છેલબટાઉને જોઈ જતા આ સખ્સ મુઠીઓ વાળીને મકાનની છત પરથી નાશી છૂટ્યો હતો. પોલીસે રોમિયોગીરી કરતા સખ્સ સામે ફરિયાદ નોંધી શોધખોળ શરુ કરી છે. 

પ્રતીકાત્મક તસ્વીર

જામનગરમાં છેડતી, પજવણી, બીભત્સ વાણી વિલાસ આવા કિસ્સા સમયાન્તરે સામે આવતા રહે છે. ત્યારે યુવતીની પજવણીનો કિસ્સો સામે આવ્યો છે. સીટી એ ડીવીજન વિસ્તારમાં આવતા બાઈની વાડી વિસ્તારમાં  રહેતા વિજય દાના પરમાર નામનો સખ્સ પોતાના જ વિસ્તારમાં રહેતી એક યુવતીની બજારે આવતા જતા પજવણી  કરતો હતો. યુવતી બજારમાં નીકળે કે તુરંત આ સખ્સ તેણીની પાછળ પડી જતો અને ખરાબ નજરે જોય,  ખરાબ ઇશારાઓ કરતો હતો,  દરીયાન તાજેતરમાં આ છેલબટાઉ સખ્સે છત વાટેથી યુવતીના ઘરમાં પ્રવેશ કર્યો હતો.

એ સમયે યુવતી પોતાના ઘરના બાથરૂમમાં ન્હાતી હતી ત્યારે આ સખ્સે પોતાના મોબાઈલથી બાથરૂમની બારી માંથી ન્હાતી યુવતીના ફોટા પાડ્યા હતા. આ ઘટના સમયે યુવતીનો ભાઈ જોઈ ગયો હતો જેને લઈને આ સખ્સે મુઠીયો વાળી જે છત પરથી ઘરમાં ઘુસ્યો હતો એ છત વાટેથી નાશી ગયો હતો. આ બનાવ અંગે યુવતીના ઘરનાઓએ સીટી એ ડીવીજન પોલીસ દફતર પહોચી નાશી ગયેલ વિજય પરમાર સામે આઈપીસી કલમ  ધારાઓ મુજબ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે પીએસઆઈ ટી.ડી.બુડાસણા સહિતનાઓએ તપાસ હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here