જામનગર : જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી યોજાયા બાદ આજ સવારથી હરિયા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે. કુલ ૧૪ ટેબલ પર હાથ ધરાયેલ મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર ૧,૫,૯ અને ૧૩ નંબરના વોર્ડનો સમાવેશ થાય છે. ઈવીએમના મતની ગણતરી પૂર્વે બેલેટ પેપરના મતોનો ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ૩૯ ઉમેદવારોને ૧૨૦૦ ઉપરાંત મતો મળ્યા હતા. જો કે કયા વોર્ડમાં કયા ઉમેદવારને કેટલા મત મળ્યા તે હજુ બાકી છે. જયારે અન્ય મત કોંગ્રેસ, આપ અને બસપા તેમજ અપક્ષને ફાળે ગયા છે.
ઉલ્લેખનીય છે કે, 16 વોર્ડની 64 બેઠકોના 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું. .પાંચ વાગ્યા સુધી એકંદરે નોંધાયું 53.૩૮% મતદાન નોંધાયુ છે સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 1 માં ૬૧.૫૦%, સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 9માં માત્ર 46.૩૮% થયું છે. જેમાં વોર્ડ -1માં કુલ ૨૦૨૧૩ મત સાથે 61.૫૦ ટકા , વોર્ડ -2માં ૧૫૮૯૩ મત સાથે ૫૫.૦૧ ટકા, વોર્ડ -3મા ૧૨૨૩૩ મત સાથે 48.૫૮ ટકા, વોર્ડ -4માં ૧૬૬૫૯ મત સાથે ૫૭.૧૬ ટકા, વોર્ડ -5માં ૧૩૮૯૪ મત સાથે ૪૯.૧૬ ટકા, વોર્ડ -૬માં ૧૩૮૫૩ મત સાથે ૫૫.૩૯ ટકા, વોર્ડ -7માં ૧૬૭૮૭ મત સાથે ૫૦.૫૨ ટકા, વોર્ડ – 8માં ૧૫૬૪૧ મત સાથે ૪૭.૨૧ ટકા, વોર્ડ -9મા ૧૨૧૮૮ મત સાથે ૪૬.૩૮ ટકા મતદાન તેમજ વોર્ડ -10માં ૧૭૬૮૦ મત સાથે ૫૪.૦૩ ટકા, વોર્ડ -11માં ૧૮૫૪૯ મત સાથે ૫૪.૯૭ ટકા, વોર્ડ -૧૨માં ૨૨૬૬૪ મત સાથે ૫૯.૮૦ ટકા, વોર્ડ -14માં ૧૬૩૦૯ મત સાથે ૫૨.૩૦ ટકા, વોર્ડ -15માં ૧૩૩૬૯ મત સાથે ૫૫.૦૭ ટકા અને વોર્ડ -16માં ૧૫૩૨૦ મત સાથે ૪૯.૬૬ ટકા મતદાન થયું છે.
પ્રથમ રાઉન્ડની આ છે આંકડાકીય વિગતો, જાણો કોણ આગળ-પાછળ ?
જામનગર : જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી યોજાયા બાદ આજ સવારથી હરિયા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે. કુલ ૧૪ ટેબલ પર હાથ ધરાયેલ મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર ૧,૫,૯ અને ૧૩ નંબરના વોર્ડનો સમાવેશ થાય છે..
જામનગર મહાનગરપાલિકા મત ગણતરી ફેક્ટફાઈલ
-એક માત્ર હરિયા કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે.
-કુલ બેલેટ પેપર મત છે 1720
– કુલ 1935 ઇવીએમ
-450 કર્મીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે મતગણતરી
– ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઈ સહિત 429 પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાય
– ચાર રાઉન્ડમાં ગણતરી પૂર્ણ કરવામાં આવશે.
-પહેલા રાઉન્ડમાં વોર્ડ નમ્બર-1,5,9,13
– બીજા રાઉન્ડમાં 2,6,10,14 અને ત્રીજા રાઉન્ડમાં 3,7,11,15 વોર્ડ
-ચોથા રાઉન્ડમાં 4,8,12,16ની ગણતરી થશે
-કુલ 14 ટેબલો પર મતગણતરી થશે
– 10 પક્ષો ચૂંટણી લડી રહ્યા છે
-૫૩.૬૪ ટકા મતદાન નોંધાયુ છે
-236 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે
-ભાજપના 64, કોંગ્રેસના 62, આપના 48, બસપાના 22, એનસીપીના 11, સપાના 2 સહિતના ઉમેદવારો ચૂંટણી લડ્યા
-હેન્ડ ગ્લોઝ,સેનેટાઈઝર, થર્મલગન, માસ્કનજ વ્યવસ્થા કરવામાં આવી છે.
-ઉમેદવાર, એજન્ટ અને મીડિયા સહિત 490 લોકોને પ્રવેશ
-કુલ 64 બેઠકો માટે 53.64 ટકા મતદાન નોંધાયુ
– એક પણ બેઠક બિનહરીફ થઈ નથી
-2015માં કુલ 64 પૈકી 38 ભાજપ, 24 કોંગ્રેસ અને બે બેઠક એસવીપીપી (સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી)ને ફાળે ગઈ હતી