જામનગર : ૮૩૮૮ બોટલ દારૂ જામનગરમાં ઘુસાડાય તે પૂર્વે એલસીબી ત્રાટકી અહીં

0
901

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સમાણા રોડ પર આવેલ ખેંગારપરના પાટિયા પાસે એલસીબીએ વોચ ગોઠવી રૂપિયા 33.55 લાખની કિંમતનો 699 પેટી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ટેમ્પોને આંતરી લઈ પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે.

લાલપુર પંથકમાંથી જામનગર તરફ એક ટેમ્પોમાં દારૂનો વીશાળ જથ્થો સપલાય કરવામાં આવવાનો હોવાની એલસીબીને ચોક્ક્સ હકીકત મળી હતી. જેને લઈને સમગ્ર સ્ટાફે ગઈ રાત્રે તાલુકાના ખેંગાર ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. જેમાં
શંકાસ્પદ હાલતમાં પસાર થતા જી.જે.૦૮ એયુ ૩૩૨૮ નંબરના ટેમ્પાને પોલીસે આંતરી લેવામાં આવ્યો હતો. જેમાં યુસુફભાઇ ગનીભાઇ આંબલીયા પીંજારા રહે.કિશાનચોક, જામનગરનના કબ્જાના
વાહનમાથી અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ નો ૮૩૮૮ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે .રૂ ૩૩,૫૫,૨૦૦ની કિંમતનો દારૂ અને ટાટા વાહન તથા મોબાઇલ ફોન તથા ટાટા વાહન સાથે કુલ રૂ. ૪૩,૬૦,૭૦૦ની કિંમતનો ઇંગ્લીશ દારૂ કબ્બે કરી મજકુર આરોપીઓની ધારપકડ કરી હતી.આ ઇંગ્લીશ દારૂ નો જથ્થો જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતા આરોપી વસીમ યુસુફભાઇ બ્લોચે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. જે હાજર નહિ મળતાં પોલીસે તેને ફરાર દર્શાવ્યા છે. આ પ્રકરણમાં એલસીબીએ ટેમ્પાના ડ્રાઇવર સરદારજી સહિત બેને પકડી પાડી ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here