જામનગર : મોડી રાત્રે પાંચ-સાત સખ્સોએ બે યુવાનોની હત્યા નીપજાવવાનો કર્યો પ્રયાસ

0
890

જામનગર : જામનગરમાં રામેશ્ર્વરનગર વિસ્તારમાં ચમનચોકમાં ગત રાત્રીના પાંચ શખ્સોએ  ત્રણ યુવાનો પર હુમલો કરી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી બે યુવાનોની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. સીટી બી ડિવિઝન પોલીસે આ બનાવ અંગે પાંચેય શખ્સો સામે હત્યા પ્રયાસ અને રાયોટીંગ સંબંધીત ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


જામનગરમાં  ગત રાત્રે 11 વાગ્યે રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલ ચમન ચોકમાં બળદેવસિંહ ઉર્ફે લાલો સાહેબજી જાડેજા, ધનરાજસિંહ નવલસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા, મેઘરાજસિંહ ઝાલા અને આદિત્ય બારોટ નામના ચાર યુવાનો પર પ્રદિપસિંહ મનુભા ચુડાસમા, રવિરાજસિંહ ગુલાબસિંહ જાડેજા, યોગરાજસિંહ ગુલાબસિંહ સોઢા, મયુરસિંહ તથા શકિતસિંહ સહિતના પાંચ શખ્સોએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને તલવાર વડે હુમલો કરી મારા મારી કરી હતી. આ બનાવમાં ચારેય યુવાનોને હાથ-પગ અને શરીરના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હરપાલસિંહ, મેઘરાજસિંહ અને આદિત્ય બારોટને આરોપી મેઘરાજસિંહએ છરી ના ઘા મારી દીધા હતા. જેમાં આદિત્યને પેટના ભાગે તથા મેઘરાજસિંહને જમણી બાજુના ખંભાના ભાગે તથા હરપાલસિંહને બાવળાના ભાગે ગંભીર ઇજાઅ પહોંચી હતી. આ બનાવને અંજામ આપી આરોપીઓ નાશી છુટયા હતા. જયારે સારવાર લીધા બાદ બળદેવસિંહ જાડેજાએ તમામ શખ્સો સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં  આઇપીસી કલમ 307, 323, 324, 325, 504, 506(2), 143, 144, 147, 148 અને જીપીએકટ 135(1) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here