જામનગર: ઉતરાણની રાત્રે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર નરી આંખે જોઈ શકાશે

0
1970

પૃથ્વી ની બહાર ૪૦૮ કી.મી. ની ઊંચાઈ એ રહી ને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ૧૪મી જાન્યુઆરીના સાંજે નરી આંખે જોઈ શકાશે. જામનગરના નભોમંડળમાં સાંજે આ અવકાશી અલભ્ય નજારો જોવા મળવાનો છે. ત્યારે જામનગરની ખગોળપ્રેમી જનતા એ આ અવકાશી ઘટના નો લહાવો લેવા અનુરોધ કરાયો છે.

આ અવકાશી યાનમાં હાલ માં ૭ યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે.
૭૩.૦ મીટર ની લંબાઈ અને ૧૦૯ મીટર ની પહોળાઇ ધરાવતું આ યાન
૭.૬૬ કી.મીટર. પ્રતિ સેકન્ડ ની ઝડપે દર ૯૨.૬૮ મીનીટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યુ છે. જેણે ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં પૃથ્વીની ૧,૩૧,૪૪૦ પ્રદક્ષિણા કરી લીધી છે.

જામનગર શહેર ના નભોમંડળમાં ૧૪ જાન્યુઆરી ને શુક્રવારના સાંજે ૭ વાગ્યા ને ૩૦ મિનિટ અને ૨૯ સેકન્ડ પછી દેખાવા નો પ્રારંભ થશે, અને સાત વાગ્યાને ૩૫ મિનિટ ને ૫૨ સેકન્ડ સુધી દક્ષિણ પશ્ચિમમાં અને ત્યાર પછી દક્ષિણ પૂર્વમાં જોઈ શકાશે.જે દક્ષિણ-પશ્ચિમ દિશા માં ઊગી મધ્ય આકાશ માં મેષ રાશિ માંથી પસાર થઇ ચંદ્ર પાસે નીહાળી શકાશે.
સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરમાં આ નજારો સૌથી વધુ સાંજના સમય મુજબ જોવા જઈએતો રાજકોટમાં ૧૯ કલાક ૩૫ મિનિટ અને ૫૭ સેકન્ડ, અમદાવાદમાં ૧૯ કલાક ૩૬ મિનિટ અને ૫૨ સેકન્ડ, ધ્રોળ માં ૧૯ કલાક ૩૫ મિનિટ અને ૩૬ સેકન્ડ, દ્વારકામાં ૧૯ કલાક ૩૫ મીનિટ અને ૩૯ સેકન્ડ ના મધ્ય સમયે નરી આંખે જોઈ શકાશે.
જેની પ્રકાશની તીવ્રતા. -૩.૯ કે જે શુક્ર ના ગૃહ જેટલો પ્રકાશીત છે. આ સ્પેસ સ્ટેશન ખુબ જ ચમકતા હોવાથી મધ્ય આકાશ માં અને બ્રમ્હમંડળ ના ચમકતા તારા બ્રમ્હહ્રદય પાસેથી પસાર થશે. ત્યારે નરી આંખે ૪ મિનિટ સુધી જોઈ શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here