જામનગર: SP પ્રેમસુખ ડેલુના નામે નકલી અધિકારી બની ઠગબાજે આપી આવી લાલચ

0
1608

જામનગર: પ્રતિષ્ઠિત-નામનાપાત્ર લોકોના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મેસેજ કરી રૂપિયા પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે જામનગર જીલ્લાના પોલીસ વડાના નામનો ઉપયોગ કરી લોભામણી લાલચ આપી કેવી રીતે છેતરપીંડી આચરવાનો પ્રયાસ થયો હતો એ સમગ્ર પ્રકરણની એસપીએ ઓડીઓને વિડીઓ સ્વરૂપે ફેસબુક પર સેર કરી છે. પોતાના નામે બની ગયેલ ફેક આઈડી અંગે પણ લોકોને સચેત કરી સાવધાની દાખવવા અપીલ કરી છે.

રાજ્યના યંગ આઈપીએસ એવા જામનગર એસપી પ્રેમસુખ ડેલું કામગીરી બાબતે હમેશા સોસાયટીમાં ચર્ચાતું નામ રહ્યા છે ત્યારે આ જ નામ સોશ્યલ મીડિયામાં પણ એટલું જ પ્રસીધ્ધ છે. સારી કામગીરીને લઈને રાજ્યમાં છવાઈ ગયેલ એસ પી પ્રેમસુખ ડેલુંના નામનો ગેર ઉપયોગ પણ થવા લાગ્યો છે. પ્રથમ ટ્વીટર બાદ હવે ફેસબુક પર પણ ફેક એકાઉન્ટ બની રહયા છે. જો કે ટ્વીટર એકાઉન્ટ ફેક આઈ પૂરતા સીમિત રહ્યા હતા. પરંતુ ફેક ફેસબુક આઈડી પરથી છેતરપીંડી કરવાના પ્રયાસ શરુ થયા છે. જેની ગંભીરતાને ધ્યાને રાખી ખુદ એસપી ડેલુંએ નાગરિકોને સચેત રહેવા અપીલ કરી છે, સાથે સાથે એસપીએ પોતાના નામે ચીટર દ્વારા કેવી રીતે ચીટીંગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહયા છે તેનો ઓડીઓ સાથેનો વિડીઓ પણ પોતાના ફેસબુક એકાઉન્ટ પર સેર કર્યો છે. જેમાં એક સખ્સ પોતાને ઓફિસર તરીકે ઓળખ આપી, એસપી પ્રેમસુખ ડેલુએ નંબર આપલે કર્યો હોવાની ઓળખ આપી, સસ્તાભાવે ફર્નીચર વેચવાની લાલચ આપે છે.

જો કે કોલર પ્રેમસુખ ડેલુંના પરિવાર અને હાલના નોકરીના સ્થળ વિષે પૂછે છે ત્યારે ચિટર ગેંગે ફેફે થઇ જાય છે અને કોલ ડીસ કનેક્ટ કરી નાખે છે. એસપી પ્રેમસુખ ડેલુંએ જ ચિટર સાથે વાતચીત કરી ઠગબાજની કરતુત ઉઘાડી પાડી છે. પોતાના ફેક એકાઉન્ટ અંગે ફેસબુક પોસ્ટ કરી તમામ લોકોને ચેતવણી આપતો સંદેશ પણ કર્યો છે. શું વાત થઇ હતી ઠગબાજ સાથે જેની લિંક અહી આપેલ છે. તમે પણ આવા ફોન કોલથી સતર્ક રહેશો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here