જામનગર: આગંડિયા પેઢી ચોરીમાં ફરિયાદી જ ચોર નીકળ્યો

0
411

જામનગર શહેરમાં સપ્તાહ પૂર્વે થયેલ આંગડિયા પેઢી ની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે આ ચોરી પેઢીમાં કામ કરતા કર્મચારીએ જ હાજરી હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં ફરિયાદી જ ચોર નીકળતા પોલીસે તેના કબજા માંથી રૂપિયા ૫૫ હજારની રોકડ કબજે કરી છે. રૂપિયા પાંચ લાખની ચોરી ઉપજાવી કાઢેલ હોવાનું સામે આવતા પોલીસને પણ ધરપત થઈ છે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના ચાંદી બજાર વિસ્તારમાં પોસ્ટ ઓફીસની સામે આવેલ પટેલ ઇશ્વરલાલ બેચરદાસ નામની આંગડીયાની પેઢીમાંથી ગત તા. 11/9થી રાત્રીના ગાળામાં ચોરી થયાની ઘટના સામે આવી હતી. આ બનાવ અંગે પેઢીમાં નોકરી કરતા હરિસીંગ અણદાજી વાઘેલા ઉવ.૨૫ રહે. હાલ રામેશ્વરનગર માટેલચોક દ્વારકેશપાર્ક શેરી નં-૨ ભાડેથી જામનગર મુળ રહે. રાણાવાડા ગામ તા.કાંકરેજ જી. બનાસકાંઠા વાળા સખસે અજાણ્યા ચોર સામે સીટી એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પટેલ ઇશ્વરલાલ બેચરદાસ નામની આંગડીયાની પેઢીમાં તા.૧૧/૦૯/૨૦૨૨ ના દશેક વાગ્યાથી તા.૧૨/૦૯/૨૦૨૨ના સવારના નવેક વાગ્યા દરમ્યાન આંગડીયાની પેઢીનુ કોઇ અજાણ્યા ચોર ઇસમે મેઇન જાળીમાં મારેલ તાળુ કાપી પેઢીના દરબાજાનો નકુચો તોડી, અંદર પ્રવેશ કરી, પેઢીમાં રહેલ તીજોરીનો લોક તોડી નાખી તેમા રહેલ પેઢીના હીસાબના રોકડા રૂપીયા આશરે પાંચ લાખની ચોરી કરી લઇ ગયાનો આરોપ લગાવાયો હતો.
આ બનાવના પગલે દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ હરિયાણી સહિતના સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી જેમાં બે દિવસ સુધી કોઈ સફળતા ન મળતા અંતે પોલીસે ફરિયાદી તરફ શંકાની સોય ટાંકી ઉલટ પૂછપરછ કરી હતી. જેમાં આરોપી પડી ભાંગ્યો હતો અને તેને જ ચોરી કરી હોવા ની કબુલાત આપી હતી. આર્થિક સંકળામણ માંથી નીકળવા માટે અને મોજશોખ પુરા કરવા માટે પોતે આ ચોરી આચરી હોવાનું કબુલ કરી ₹55,000 ની રોકડ કાઢી આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો . કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેને લઈને પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here