જામનગર: જીલ્લા પંચાયતમાં રચાયો ઈતિહાસ, પ્રથમ વખત ડીજીટલ બજેટ

0
828

જામનગર જીલ્લા પંચાયતનું આગામી વર્ષનું અંદાજ પત્ર આજે સામાન્ય સભામાં રજુ થયું, શિક્ષણ આરોગ્ય, પાણી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વિકાસ કાર્યની રૂપરેખા દર્શાવતું પુરાંત લક્ષી બજેટ જાહેર કરવામાં આવ્યું. જીલ્લા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજુ કરાયું છે. કુલ ૧૦.૭૩ કરોડના સૂચિત અંદાજની સામે ૮.૯૮ કરોડના ખર્ચનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે….જેમાં ૧૭૫ લાખ ની પુરાંત દર્શાવવામાં આવી છે. બીજી તરફ વિપક્ષની સાથે ભાજપના સદસ્યએ કામ અને ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાયનો શુર રજુ કર્યો છે.

જામનગર જીલ્લા પંચાયતની ધુરા સંભાળ્યા અંકે કર્યા બાદ ભાજપના પદાધિકારીઓ દ્વારા પ્રથમ બજેટ રજુ કરવામાં આવ્યું. પ્રમુખ ધરમસી ચનીયારાના અધ્યક્ષ સ્થાને પ્રથમ વખત ડીજીટલ બજેટ રજુ કર્યું. જેમાં માળખાગત સુવિધાઓ માટે ૧૭૦ લાખ રૂપિયા, સિંચાઈમાટે ચેકડેમ મરામત કામ માટે ૫૦ લાખ રૂપિયા, શિક્ષણના વિકાસ માટે ૩૦ લાખ..ગ્રામ્ય રસ્તાઓ બનાવવા ૧૦૦ લાખ, આરોગ્યની સુવિધાઓ માટે ૧૬ લાખ., ખેતીવાડી ક્ષેત્રે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ૨૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગ્રામ પંચાયતો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાઓનું આયોજન કરી રૂપિયા ૫ લાખના પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી આવી છે. સ્ટેમ્પ ડયુટીની બે કરોડની આવક માંથી ૯૪ વિકાસ કામ કરવાનું આયોજન પણ વણી લેવામાં આવ્યું છે. હાલ ભાજપા શાષિત જીલ્લા પંચાયત છે.

ત્યારે ભાજપના જ સદસ્ય દ્વારા વિરોધનો શુર વ્યક્ત કરવામાં આવ્યો છે.પોતાના વિસ્તારના મજુર થયેલ કામ અન્ય જગ્યાએ લઇ જવામાં આવ્યા હોવાનો આક્ષેપ  કર્યો છે. ભાજપમાં જ અંદરોઅંદર સખળડખળને લઈને અન્યાય થયો હોવાનો સદસ્યએ મત દશાવ્યો છે. તો બીજી તરફ વિપક્ષે પ્રથમ વખત ડીજીટલ બજેટને વિપક્ષ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં વખોળી કાઢયુ. ગયા વર્ષના સિંચાય, આરોગ્ય, બાંધકામ સહિતના કામો અધૂરા છે. અનેક કામ તો છોડી દેવામાં આવ્યા છે…ત્યારે જો ડીજીટલની વાતને પ્રાધાન્ય આપવામાં આવતું હોય તો કામ સમયસર થવા જોઈએ એમ વિપક્ષે મત રજુ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here