જામનગર: ખરેડીમાં બારે મેઘ ખાંગા, સાડા છ ઇંચ વરસાદ

0
864

જામનગર જિલ્લામાં ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીના પૂરા થતા 24 કલાકના ગાળા દરમિયાન ઝાપટા થી માંડી સાડા છ ઇંચ વરસાદ વરસ્યો છે જિલ્લાભરના છ તાલુકાના જુદા જુદા 32 ગામમાં આવેલ પીએચડી સેન્ટર પર આ વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના છ તાલુકા મથકો પર ઉપરાંત જિલ્લાભરમાં આવેલા 32 પીએચસી સેન્ટર પર છેલ્લા 24 કલાકનો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ કાલાવડ તાલુકાના ખરેડી ગામે પોણા સાત ઇંચ વરસાદ પડી ગયો હોવા ના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.

જામનગર તાલુકાના વસઈ, દરેડ અને લાખાબાવડમા પાંચ પાંચ મીમી, મોટી બાણુગારમાં 10મીમી, ફલ્લામાં 29મીમી, જામવંથલીમાં 45 મીમી, ધુતારપરમાં 50 મીમી, અલિયાબાડામાં 10 મીમી વરસાદ વરસ્યો છે.
જ્યારે જોડિયા તાલુકાના હડીયાણા ગામે 30 મીમી બાલંભા ગામે 94 અને પીઠડ ગામે 55 મીમી વરસાદ વરસ્યો છે.
તો ધ્રોલ તાલુકાના લતીપર ગામે 55 મીમી, જાળીયા દેવાણી ગામે 11મીમી, લયારા ગામે પાંચ મીમી વરસાદ પડ્યો હતો.
કાલાવડ તાલુકાની વાત કરીએ તો તાલુકાના નિકાવા ગામે 25મીમી, જ્યારે જિલ્લાનો સૌથી વધુ વરસાદ તાલુકાના ખરેડી ગામે 164 મીમી એટલે કે પોણા સાત ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોટા વડાળા ગામે 95 મિનિટ, ભલસાણ બેરાજા ગામે 20મીમી, નવાગામમાં 20મીમી અને મોટા પાંચ દેવડામાં 45 મિમી પાણી પડી ગયું હતું.
જ્યારે જામજોધપુર તાલુકાના સમાણા ગામે 25મીમી, શેઠ વડાળા ગામે 15મીમી, જામવાડી ગામે 15મીમી, વાસજાળીયા ગામે 44 મીમી, ઘુનડા ગામે 12મીમી, ધ્રાફા ગામે 37મીમી, અને પરડવા ગામે 86 મીમી વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત લાલપુર તાલુકાના પીપરટોડા ગામે 14મીમી, પડાણા ગામે 20મીમી, ભણગોર ગામે 19મીમી, મોટા ખડબા ગામે છ મીમી, મોડપર ગામે 35મીમી, અને ડબાસંગ ગામે 21 મીમી વરસાદ પડ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કલ્યાણપુર અને દ્વારકા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે જેમાં દ્વારકા નજીકના વાંછું, ગોરીજા, ભાવડા સહિતના ગામોમાં 10 10 ઇંચ વરસાદ પાણી પડી ગયું હતું જેના કારણે સમગ્ર પંથક સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું હતું જ્યારે ટુપણી ગામે 9:30 ઇંચ વરસાદ ખાપકી ગયો હતો તો દ્વારકાથી છેક લીમડી સુધી પાંચથી સાત ઇંચ વરસાદ પડ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here