જામનગર અપડેટ્સ : અરબી સમુદ્રમાં આકાર પામી રહેલ શાહીનવાવાજોડાને પગલે રાજ્યનું ડિજાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સાબદું થયું છે. હવામાન ખાતાના વર્તારા મુજબ વાવાજોડું પાકિસ્તાન તરફ ફંટાઈ જશે પરંતુ તેની અસર તળે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ હજુ તૌક્તે વાવાજોડાના ખૌફમાંથી બહાર આવ્યું નથી ત્યાં વધુ એક વાવાજોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસર ધીરે ધીરે ચક્રવાતમાં પરાવર્તિત થઇ રહ્યું છે. પૂર્ણ ચક્રવાતમાં પરાવર્તિત થઇ આગળ વધી રહેલ ‘શાહીન’ નામનું વાવાજોડાની દિશા પાકીસ્તાન તરફની છે. જે બે દિવસમાં પાકિસ્તાનના ગ્વાદર અને મકોલા પ્રાંત વચ્ચેથી જમીન માર્ગ પ્રવેશ કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ગુજરાત પર ખતરો નથી પરંતુ દિશામાં પરીવર્તન થવાની શક્યતાને લઈને ગુજરાત સાબદું થયુ છે. જો વાવાજોડું નહી આવે તો વરસાદ પડવાની પૂરી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડી પરથી ઉઠેલ ગુલાબ વાવાજોડા બાદ વધુ એક ચકરવાતના પગલે તંત્ર સાબદુ થયું છે.