જામનગર: ભજીયા લેવા ઉભેલા પિતા પુત્ર પહોંચ્યા હોસ્પિટલ, કેમ ?

0
1352

જામનગરમાં એક વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે. રણજીતસાગર રોડ પર નાનકપુરી આરોગ્ય કેન્દ્રની સામે ભજીયા લેવા ઉભેલા પિતા પુત્ર પણ બાઈક ફરી વળતા બંને ભજીયાની રંગત માણવાને બદલે હોસ્પિટલ પહોંચ્યા હતા. પિતા પુત્રને હાથ પગ અને શરીરે ઈજાઓ પહોંચતા પાટાપિંડી કરવામાં આવી હતી. અકસ્માતની બાઈક ચાલક નાસી છૂટયો હતો.

જામનગરમાં વરસાદની મહાવીર નગરમાં રહેતા પિન્ટુભાઇ રમેશભાઈ પરમાર ગઈકાલે સાંજના 5:30 વાગ્યાના સુમારે રણજીતસાગર રોડ પર જનકપુરી આરોગ્ય કેન્દ્રની સામે ખંભાળિયા વિસ્તારમાં પોતાના પુત્ર માનવ સાથે ભજીયા લેવા ઉભા હતા. ત્યારે એકાએક પર ઝડપે આવી ચડેલ જીજે 10 ડીડી 0795 નંબરની મોટરસાયકલના ચાલકે પિતા પુત્રને અડફેટે ચડાવ્યા હતા.જેમાં પિન્ટુભાઈ અને તેના પુત્ર માનવ રોડ પરથી ફગોડાઈ જતા ડાબા પગના ભાગે ફેક્ચર અને શરીરે મુંઢ ઈજાઓ પહોંચી હતી, સારવાર લીધા બાદ પિન્ટુભાઈએ બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અકસ્માત નિપજાવી બાઈક ચાલક નાસી ગયો હતો. આમ બાઈકચાલકના પરિણામે
ભજીયાની લીજજત માણવાના બદલે પિતા પુત્રને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here