
જામનગર અપડેટ્સ: જામનગરમાં વીજ કંપનીમાં ફરજ બજાવતા તત્કાલીન આસી. સેક્રેટરીએ વીજ કોન્ટ્રાકટરના પત્ની સાથે ત્રણ વર્ષ સુધી બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ ધ્રોલ પોલીસ દફતરમાં નોંધાતા વીજ વર્તુળ સહિત જિલ્લાભરમાં સનસનાટી મચી ગઇ છે. વીજ કોન્ટ્રાકટ વર્કના બિલ પાસ કરાવી દેવા બાબતે કોન્ટ્રાકટરને દબાણમાં લઈ તેની પત્ની સાથે ધ્રોલ ખાતે ખાનગી હોટેલમાં વીજ કર્મીઓએ બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો સામે આવી છે. સતત ત્રણ વર્ષ સુધી વીજ અધિકારીએ શારીરિક શોષણ કાર્ય બાદ અધિકારીની બદલી રાજકોટ ખાતે થયા બાદ આ પ્રકરણ પોલીસ દફતર પહોચ્યું છે. પોલીસે વીજ અધિકારી સામે ફરિયાદ નોંધી પુરવાઓ એકત્ર કરવા તાત્કાલિક તપાસ હાથ ધરી છે.

જામનગર સહિત જિલ્લાભરમાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ, જામનગરમાં રહેતા એક આસામી વીજ કંપની સાથે કોન્ટ્રાકટ વર્ક કરતા હતા. આ કોન્ટ્રાકટ કામ પૂર્ણ થયા બાદ નિયમિત બિલ મૂકી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અમુક વર્ક કર્યા બાદ તત્કાલીન વીજ આસી. સેક્રેટરી હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણાએ જાણી જોઈ વીજ બિલ અટકાવ્યા હતા. દરમિયાન વીજ અધિકારીની નજર કોન્ટ્રાકટરની પત્ની પર પડી હતી. પોતાની વાસના બહાર લાવી નફ્ફટ વીજ અધિકારીએ વીજ કોન્ટ્રાકટરને સાફ સાફ કહી દીધું કે બિલ પાસ કરવા હોય તો તેની પત્નીને પોતાની સાથે રંગરેલીયા મનાવવા મુકવી પડશે. વીજ બિલ અટકી જતા પરેશાન વીજ કોન્ટ્રાક્ટરે મજબૂરીમાં સપડાઈ ગયા હતા. પછી શું?

વીજ અધિકારી હિતેન્દ્રસિંહની વાસનામાં કોન્ટ્રાક્ટરની પત્નીનું શારીરિક શોષણ શરૂ થયું હતું. વીજ અધિકારી કોન્ટ્રાક્ટરની પત્નીને ધ્રોલ ખાતે બોલાવી ખાનગી હોટેલમાં લઈ જઈ સમયાંતરે શારીરિક શોષણ કરી પોતાની શારીરિક વાસના ભોગવતો રહ્યો અને પોતાના બિલ પાસ કરાવવા કોન્ટ્રાકટર મજબૂર થયો હતો. વર્ષ 2021થી શરૂ થયેલ પરાણે વાસના સંતોસવાનો જઘન્ય અપરાધ સતત અને અનેક વખત સુધી પહોંચ્યો હતો. દરમિયાન વીજ કર્મચારીની બદલી રાજકોટ ખાતે થતા કોન્ટ્રાકટર અને તેની પત્નીમાં હિંમત આવી હતી અને પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે રાજકોટ વીજ કચેરીમાં ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ સામે અનેક વખત તેણીનું શારીરિક શોષણ કરવા સબબ ફરિયાદ નોંધી પુરાવાઓ એકત્ર કરવા હોટેલ સુધી તપાસ લંબાવી છે.