જામનગર: કામ પડે તો અડધી રાતે યાદ કરજો, દિવ્યેશ અકબરીનો વાયદો

0
1283

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકીની ભારતીય જનતા પાર્ટી માટે જો કોઈ સરળ બેઠક હોય તો તે છે જામનગર 79 વિધાનસભાની બેઠક અહીં ભાજપે લોકપ્રિય ઉમેદવાર દિવ્યશ અકબરીની પસંદગી કરી છે તો સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ધંગધડા વગરના ઉમેદવારો મેદાને મૂકી દીધા છે. ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીનો ઝંઝાવતી જનસંપર્ક અને ઠેર ઠેરથી મળી રહે પ્રતિસાદને લઈને વધુ એક વખત આ બેઠક પર ભગવો લહેરાશે એવા આસાર સર્જાયા છે.
‘હાકલ કરોને હાજર’ એ દિવ્યેશ અકબરીનું સૂત્ર છે, દિવસ હોય કે રાત હોય કોઈપણ વ્યક્તિને કામ પડે તો અડધી રાતે મદદ કરવાનો કોલ દક્ષિણ વિધાનસભા બેઠકના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ જાહેર મંચ પરથી કોલ આપ્યો છે.

પ્રજાના સાચા સેવક અને નેતા તરીકેની ભાવના કેળવનાર લોકપ્રિય ઉમેદવાર દિવ્યેશ અકબરીએ ત્રણ ટર્મ નગરસેવકની ભૂમિકા ભજવી વિકાસના અનેક
કામ કર્યા છે. પ્રજાના કામ કરવાની આગવી સૂઝબુજ ધરાવતા દિવ્યેશ અકબરી સામે કોઈ ઉમેદવાર જ ન હોય એમ ગલીએ ગલીએ ચર્ચાઈ રહ્યું છે. કેમ કે કોંગ્રેસ અને આપ માંથી જે ઉમેદવારોની પસંદગી થઈ છે તેઓને સોસાયટીમાં કોઈ ઓળખતું પણ નથી ત્યારે આ વખતે 79 જામનગર બેઠક ઓર દિવ્યેશ અકબરી જીતની લીડનો રેકોર્ડ કરશે એમ રાજકીય વિશ્લેષકો મત દર્શાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here