જામનગર: 9મી વિધાનસભાના લેખાજોખા

0
1297

પૂર્ણ બહુમતી છતાં ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સરકાર ત્રણ વર્ષમાં પડી ભાંગી અને વિધાનસભાનું વિસર્જન થયું હતું. ત્યારબાદ 1998માં યોજાયેલી નવમી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ફરી વખત ભાજપે 117 બેઠકો મેળવી બહુમત સાથે સતા સંભાળી હતી. જ્યારે કોંગ્રેસને ફાળે 53 બેઠકો રહી હતી. આ ઉપરાંત જનતાદળને 4 અને એઆઈઆરજેપી (રાજપા)ને પણ ચાર બેઠકો મળી હતી. તેમજ સપાને ફાળે એક બેઠક રહી હતી. આ ઉપરાંત ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. ત્રણેક વર્ષ સુધી મુખ્ય મંત્રી પદે કેશુબાપા રહ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ બગાવત કરી સરકાર ઉથલાવી મુખ્ય મંત્રી બન્યા, જામનગર જિલ્લામાંથી રાઘવજી પટેલ અને જેશાભાઈ ગોરીયા મંત્રી બન્યા, બાપુની સરકાર ટકી નહિ, ત્યારબાદ દિલીપ પરીખ અને સુરેશચંદ્ર મહેતા મુખ્ય મંત્રી બન્યા, પણ શાસન વ્યવસ્થા અસ્થિર રહેતા અને 1998માં ફરી ચૂંટણી આવી, ભાજપને બહુમત મળ્યો, કેશુબાપા મુખ્ય મંત્રી બન્યા, પરંતુ કચ્છના ભૂકંપ બાદ પુનર્વસનમાં નિષફળ જતા અર્ધ રસ્તેથી સતા છોડવી પડી, નરેન્દ્ર મોદીને વચગાળાના મુખ્ય મંત્રી બનાવાયા.


જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો પ્રથમ વખત ભાજપે 8 પૈકી સાત બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે એક માત્ર દ્વારકા બેઠક અપક્ષના ફાળે રહી હતી.

24 જોડિયા વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન ?

નવમી વિધાનસભાની 28મી ફેબ્રુઆરી 1998ના રોજ યોજાયેલ મતદાન પ્રક્રિયામાં જોડીયા બેઠક પર 1,13,303 મતદારો નોંધાયા હતા. જે પૈકીના 74,472 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર 65.73% મતદાન થયું હતું. જે પૈકી 4692 મત એટલે કે કુલ માન્ય મતના 6.30% મત રદ થયા હતા. જ્યારે 36 મત મિસિંગ થયા હતા.

કેટલા ઉમેદવાર ?કોને મળ્યા કેટલા મત? કોનો થયો વિજય?

જામનગર જિલ્લાની જોડીયા બેઠક પર પાંચ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ફેલાયો હતો જેમાં બીજેપીએ મેદાન માર્યું હતું ભાજપના મગનભાઈ અંબાભાઈ કાસુન્દ્રાને 31,447 મત મળ્યા હતા જ્યારે રાજપાના રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલને 30,114 મત મળ્યા હતા આમ રાઘવજીભાઈનો એટલે કે રાજપાનો 1333 મતથી પરાજય થયો હતો.
જ્યારે આરપીઆઈના પઢિયાર લાલજીભાઈ કારાભાઈ ને 571 મત મળ્યા હતા ઉપરાંત કોંગ્રેસના ડાયાભાઈ દેવશીભાઈ ભીમાણીને 6,733 માં તને અપક્ષ ઉમેદવાર જોરૂભા શિવભા સોઢા ને 879 મત મળ્યા હતા.

25 જામનગર વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન ?

આ બેઠક પર 1,28,905 મતદારો નોંધાયા હતા. જે પૈકી 58,446 મતદારોએ કુલ 45.34% મતદાન કર્યું હતું આ બેઠક પર માન્ય મત પૈકીના 3168 મત રદ થયા હતા જ્યારે 11 મત મિસિંગ જાહેર થયા હતા.

કુલ કેટલા ઉમેદવાર? કોને મળ્યા કેટલા મત? કોનો થયો વિજય?

જામનગર બેઠક પર 10 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થઈ હતી. આ બેઠક પણ બીજેપીના ફાળે રહી હતી. અહીંથી બીજેપીના પરમાનંદભાઈ ખટ્ટરને 28,361 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના વસંત વિનોદરાય કલ્યાણજી (કિલુભાઈ વસંત)ને 20,646 મત મળ્યા હતા. આ બેઠક પર ખટ્ટરનો 7,715 મતથી વિજય થયો હતો. જે કુલ મતના 13.96% મત દર્શાવે છે.
જ્યારે રાજપાના ધીરુભાઈ જીવણભાઈ કનખરાને 5,305 મત, આ ઉપરાંત અન્ય અપક્ષ ઉમેદવારો પૈકીના અબુ ઓસમાણ પતાણીને 334 મત, અનિરુદ્ધભાઈ પ્રદ્યુમનભાઈ ભટ્ટને 144 મત, ચંદુલાલ મૂળશંકર ત્રિવેદીને 123 મત, સલીમ કુરેશીને 108 મત, કિશોરચંદ્ર જેઠાલાલ મહેતાને 97 મત, જીવીબેન બચુભાઈ પરમારને 90 મત અને વાઘેલા જયેન્દ્રભાઈ કાનજીભાઈ ને 59 મત મળ્યા હતા.

26 જામનગર ગ્રામ્ય બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન ?

જામનગર ગ્રામ્ય બેઠક પર કુલ 214156 મતદારો નોંધાયા હતા. મતદારો પૈકી 83,686 મતદારોએ 39.08 ટકા મતદાન કર્યું હતું. જે પૈકીના 4,850 મત એટલે કે કુલ મતદાનના 5.80% મત રદ થયા હતા ત્યારે એક મત મિસિગ થયો હતો.

કુલ કેટલા ઉમેદવાર? કોને મળ્યા કેટલા મત? કોનો થયો વિજય?

જામનગર ગ્રામ્ય બેઠક પર સાત ઉમેદવારો વચ્ચે મતદાન થયું હતું. જેમાં આ બેઠક પણ બીજેપીના ખાતામાં ગઈ હતી. આ બેઠક પર ભાજપના મનહરભાઈ વાલજીભાઈ ઝાલાને 37,371 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર દિનેશ પરમાર ને 34,953 મત મળ્યા હતા. મનહરભાઈ ઝાલાનો 2418 મત એટલે કે 3.07 ટકા મતથી વિજય થયો હતો.
જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો જનતા દળના દાનાભાઈ ભુરાભાઈ પરમારને 3,588 મત રાજપાના પુંજાભાઈ ભાણાભાઈ ધ્રુવને 1134 મત, કોંગ્રેસના મધુભાઈ ગોવિંદભાઈ પરમારને 1063 મત, સપાના નાથાલાલ ભીમજીભાઇ પરમારને 492 મત, જ્યારે રમેશ બધાભાઈ જાદવને 234 મત મળ્યા હતા.

27 કાલાવડ બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન ?
જામનગર જિલ્લાની આ વિધાનસભા બેઠક પર કુલ 1,23,513 મતદારો નોંધાયા હતા. જે પૈકીના 69,958 મતદારોએ 56.64 ટકા મતદાન કર્યું હતું.આ મતદાન પૈકીના 4273 મત એટલે કે 6.11 ટકા રદ થયા હતા. જ્યારે 43 મત મિસિંગ હોવાનું સામે આવ્યું હતું.

કુલ કેટલા ઉમેદવાર? કોને મળ્યા કેટલા મત ?કોનો થયો વિજય?

જામનગર જિલ્લાની આ વિધાનસભા બેઠક પર કુલ ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ બેઠક પણ ભાજપના ખાતામાં ગઈ હતી. અહીંથી ભાજપના આરસી ફળદુને 40,450 મત મળ્યા હતા. જ્યારે રાજપાના કાંતાબેન રાઘવજીભાઈ પટેલને 17,052 મત મળ્યા હતા. આમ આરસી ફળદુનો 23,398 મતથી એટલે કે કુલ માન્ય મતના 35.64 ટકા મતથી વિજય થયો હતો.
જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરીએ તો જનતાદળના કાંતિભાઈ બાબુલાલ ગઢવીને 1232 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના મેનપરા રૂડાભાઈ લવજીભાઈને 6,567 મત મળ્યા હતા. અપક્ષ ચૂંટણી લડેલા મોહનભાઈ મેઘજીભાઈને 341 મત મળ્યા હતા.

28 જામજોધપુર વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન ?

જામજોધપુર વિધાનસભા બેઠક પર 1,11,493 મતદારો નોંધાયા હતા. જે પૈકીના 68,218 મતદારોએ 61.19% મતદાન કર્યું હતું. આ બેઠક પર કુલ મતદાન પૈકીના 2845 મત અમાન્ય ઠર્યા હતા. જ્યારે 21 મત મિસિંગ થયા હતા.

કુલ કેટલા ઉમેદવાર? કોને મળ્યા કેટલા મત? કોનો થયો વિજય?

આ બેઠક પર કુલ પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ બેઠક પણ ભાજપના ખાતામાં ગઈ હતી અહીંથી ચીમનલાલ સાપરિયાને 35953 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના બ્રીજરાજસિંહ જાડેજાને 28,206 મત મળ્યા હતા, આમ ચીમનભાઈનો 7,747 મતથી વિજય થયો હતો. જે માન્ય મત ના 11.85 ટકા મત દર્શાવે છે.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો ત્રણ અપક્ષ પૈકી કાનાભાઈ સાજણભાઈ વસરાને 583 મત, ઘેલાભાઈ બીજલભાઇ વાઘેલાને 354 મત અને કાંતિલાલ કેશવજીભાઈ સિદ્ધપરાને 256 મત મળ્યા હતા.

29 ભાણવડ વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન ?

આ બેઠક પર કુલ 1,01515 મતદારો નોંધાયા હતા. જે પૈકીના 60985 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર 60.07 ટકા મતદાન થયું હતું જે પૈકી 3,351 મત અમાન્ય ઠર્યા હતા જ્યારે 22 મત મિસિંગ જાહેર થયા હતા.

કેટલા ઉમેદવારો કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર કુલ 10 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. જેમાંના આઠ ઉમેદવારોની ડિપોઝિટ જપતે થઈ હતી.
આ બેઠકનું પરિણામ ભાજપ તરફે રહ્યું હતું, ભાજપના મુળુભાઈ હરદાસભાઇ બેરાને 25,864 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર વિક્રમભાઈ અરજણભાઈ માડમને 18,979 મત મળ્યા હતા આમ મુળુભાઈ નો 6850 મતથી વિજય થયો હતો.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો જનતા દળના હરૂભાઈ ગોકલદાસ દતાણીને 911 મત, સપાના રાજેશભાઈ રામાભાઇ ભાદરકાને 820 મત મળ્યા હતા.
જ્યારે અપક્ષ ઉમેદવારો પૈકીના દલ જાડેજા ગોવુભા કાથડજીને 6734 મત, નકુમ રમેશ પ્રેમજીભાઈને 2622 મત, હાજીમામદ સપીયાને 1177 મત, ખીમસુરીયા કલ્પેશ સીદીભાઈને 311 મત, કનુભાઈ રામજીભાઈ મારુંને 133 મત, અને દેવશીભાઈ અમરશીભાઈ ગોહિલને 61 મત મળ્યા હતા.

30 ખંભાળિયા વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન ?

જામનગર જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક પર આઠમી વિધાનસભામાં 1,16,919 મતદારો નોંધાયા હતા. જે પૈકીના 66414 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ 56.80 ટકા થયેલા મતદાન પૈકી 4,560 મત એટલે કે 6.87 ટકા મત હદ થયા હતા જ્યારે 18 મત ખોવાઈ ગયા હતા.

કુલ કેટલા ઉમેદવારો કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

જામનગર જિલ્લાની આ વિધાનસભા બેઠક 16 ઉમેદવારો વચ્ચે મતદાન થયું હતું. આ બેઠક પણ ભાજપએ કબજે કરી હતી. ભાજપના કાળુભાઈ નારણભાઈ ચાવડાને 23,039 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર સાજણ જીવાભાઈ વારોતરીયાને 11,822 મત મળ્યા હતા, આમ આ બેઠક પર કાળુભાઈનો 11,217 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 18.14 ટકા મત દર્શાવે છે.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો જનતા દળના અશોકભાઈ હરિદાસભાઈ લાલને 9,595 મત, રાજપાના પ્રેમજીભાઈ લાખાભાઈ પરમારને 121 મત મળ્યા હતા.
જ્યારે અપક્ષ ઉમેદવારો પૈકીના રામભાઈ નાથાભાઈ ભાણને 8949 મત, જયંતીભાઈ ડાયાભાઈ નકુમને 5718 મત, રાજસીભાઈ રણમલભાઈ બોદરને 995 મત, હસમુખભાઈ મેઘજીભાઈ મંડોરાને 260 મત, નટવરલાલ મગનલાલ દતાણીને 247 મત, ભોજાભાઇ કાનાભાઈ ખુટીને 233 મત, અરશીભાઈ ભીમાભાઇ ગોરાણીયાને 222 મત, નકુમ રવજીભાઈ મનજીભાઈ 183 મત, નલિનકાંત નારણદાસ દવેને 143 મત, કીર્તિસિંહ પ્રતાપસંગ જાડેજાને 142 મત, ચેતરીયા પીઠાભાઈ માલદેભાઈને 136 મત અને મસાણગર ધાણીગર રામદતીને 31 મત મળ્યા હતા.

31 દ્વારકા વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન ?

નવમી વિધાનસભાની દ્વારકા બેઠક પર 1,28,512 મતદારો નોંધાયા હતા. જે પૈકી 79,418 મતદારોએ 61.80 ટકા મતદાન કર્યું હતું કુલ મતદાનના 4851 એટલે કે 6.11% મત અમાન્ય ઠર્યા હતા જ્યારે 36 મત ખોવાઈ ગયા હોવાનું જાહેર થયું હતું.

કુલ કેટલા ઉમેદવાર ?કોને મળ્યા કેટલા મત ? કોનો થયો વિજય?

જિલ્લાની એકમાત્ર બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. આ બેઠક પર કુલ આઠ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જેમાં અપક્ષ પબુભા વિરમભા માણેકને 36,618 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ગોજીયા વજશી દેવાભાઈને 31,397 મત મળ્યા હતા. આમ તેઓનો 5221 મતથી પરાજય થયો હતો.
અન્ય છ ઉમેદવારોની વાત કરવામાં આવે તો સપાના મજીઠીયા રમણભાઈ સુંદરભાઈ ને 861 મત, જ્યારે આરપીઆઈના બગડા હીરાભાઈ લાખાભાઈને 466 મત મળ્યા હતા.
અપક્ષ ઉમેદવારો પૈકીના બોલીમ હમીર હાસમને 3293 મત, હાથિયા ગંગાભાઈ મુંજાભાઈને 849 મત, જાડેજા વજુભા દોલતસંગને 605 મત અને જેતાભાઈ સવજીભાઈ પરમારને 442 મત મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here