જામનગર જિલ્લામાં જાપટાથી માંડી બે ઇંચ વરસાદ, વીજળી વેરણ બની

0
476

જામનગર : જામનગર શહેર અને જીલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ક્યાંક ઝાપટા પડ્યા હતા તો ક્યાંક અડધાથી બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ગઈકાલે જામનગર જીલ્લાના કાલાવડ, લાલપુર અને ધ્રોલમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કાલાવડમાં ૧૭ મીમી, લાલપુરમાં ૧૬ મીમી અને ધ્રોલમાં ૧૪મીમી વરસાદ નોંધાયા હતું. જયારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો જામનગર તાલુકાના લાખાબાવળમાં અને દરેડમાં ૩૦-૩૦ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ધ્રોલના લૈયારામાં ૧૪ મીમી, કાલાવાડના ખરેડીમાં ૧૦ અને મોટા વડાળામાં ૧૨ મીમી વરસાદ નોંધાયો છે.

લાલપુરમાં બપોર બાદ કાળા ડીબાંગ વાદળો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ૫૨ મીમી એટલે કે બે ઇંચ વરસાદ વરસ્યો હતો. બે ઇંચ વરસાદથી ગામમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઈ હતી.

જામનગરમાં ગઈકાલે દિવસ દરમ્યાન અસહ્ય ગરમી રહ્યા બાદ સાંજે વીજળીના કડાકા-ભડાકા થતા હતા જો કે મેઘરાજા મન મુકીને વરસ્ય ન હતા. જામનગરમાં અસહ્ય બફારો થતો હોય લોકો ગરમીથી પરેશાન થઈ ગયા ત્યારે હાવે જામનગરમાં પણ સારો વરસાદ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

બીજી તરફ ગઈ કાલના વરસાદની સાથે વીજળી પણ વેરણ બની હતી. જેમાં કાલાવડના રાજપર ગામે વીજળી પડતાં મગફળીના પાકમાં નિંદામણ કરી રહેલ નિલેશ ગરાસિયા નામના શ્રમિક યુવાન પર વીજળી પડતાં તેમનું મૃત્યુ થયું હતું જ્યારે અરલા   ગામે સાંજે ૬ વાગ્યા આસપાસ વશરામ ભલા લંબારીયાના વાડામાં રહેલા ત્રણ બકરી અને એક બોક્ળા ઉપર વીજળી પડતા ચારેયના મોત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here