જામનગર : જીલ્લા ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવની ચૂંટણી, નેતાઓએ તમામ એથીક્સ કોરાણે મુક્યા

0
698

જામનગર : સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી પૂર્વે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની સંયુક્ત જીલ્લા સહકારી બેંકની ચૂંટણી આવી જતા હાલારના વાતાવરણને રાજકીય રંગ લાગ્યો છે. સતાવાર પક્ષની ગેરહાજરી વચ્ચે સતા કબજે કરવા બિન  સતાવાર રીતે મુખ્ય પાર્ટીઓ વચ્ચે કાંટે કી ટક્કર થતી આવી છે. ત્યારે આ વખતે પણ મતદારોમાં તોડજોડની રાજનીતિ અને સામ,દામ, દંડ સહિતની ચહલપહલથી પડ ગરમ થયું છે. ઉમેદવારોથી માંડી મોટાનેતાઓ અને મતદારોથી માંડી બેંકના સભાસદો સુધીના સલગ્ન લોકો હાલ ચૂટણીનાં રંગે રંગાયા છે. પરંતુ ચૂંટણી પૂર્વે જે રાજકીય દાવપેચ શરુ થયા છે તેને જોઈને પ્રબુદ્ધ નાગરિકોમાં પણ એક જ ચર્ચા છે કે આવા પ્રકારની રાજનીતિ કરીને સતા કબજે થાય પછીનું પરિણામ સકારાત્મ કઈ રીતે હોઈ શકે ? એક મત માટે ૨૫ હજારથી માંડી એક લાખ સુધીની બોલી, ગંભીર ગુનાના આરોપીઓને બળુકા નેતાનું પ્રત્યક્ષ સમર્થન સહિતની રાજકીય ચાલબાઝી હાલ નજરે પડી છે.

જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંયુક્ત જીલ્લા સહકારી બેંકની ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચુક્યું છે. બે દિવસ બાદ ઉમેદવારોની અંતિમ યાદી પણ સામેં આવી જશે ત્યારે પ્રથમ વખત બિન રાજકીય ચૂંટણી વધુ પડતા રાજકીય રંગે રંગાઈ છે. પરોક્ષ રીતે કોંગ્રેસના સમર્થક સભ્યોના હાથમાં રહેલ બેંકની સતા તેઓએ ફરીથી કબજે કરવા અને સામે પક્ષે ભાજપાના સમર્થક નેતાઓએ સતા આંચકી લેવા અંતિમ સ્તરના પ્રયાસ શરુ કર્યા છે. કુલ ૧૪ વિભાગો માટે ૪૦થી વધુ ઉમેદવારો મેદાને છે. ખેડૂત, મંડળી અને વેપારી સહિતના વિભાગના કુલ ૮૪૫ મતદારો મતદાન કરે તે પૂર્વે જોડતોડની રાજનીતિ શરુ થઇ ગઈ છે. અમુક મતદારોને પ્રલોભનો આપી તરફદારી નક્કી કરી લેવામાં આવી છે જે માટે પ્રતિ મતનો રૂપિયા ૨૫ હજારથી એક લાખ સુધીનો ભાવ બોલાઈ રહ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે ચૂંટણી પ્રક્રિયા પૂર્વે જ રાજકીય એથીકસની પરાકાસ્ટા નજરે પડી છે. ગુજસીટોકના કાયદા હેઠળ જેલમાં રહેલ વસરામભાઈ મિયાત્રાએ  જેલમાં બેઠા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને પૂર્વ સાંસદ અને પૂર્વ જીલ્લા ભાજપા અધ્યક્ષ ચંદ્રેશ પટેલે ફોર્મમાં સમર્થક તરીકે ટેકો આપ્યો છે. તોડજોડની રાજનીતિ અને ખુલ્લી મુકવામાં આવેલ નાણાઓની કોથળીઓ તેમજ ઉમેદવારોના સમર્થનને લઈને હાલ જીલ્લામાં આ ચૂંટણી ચર્ચાનો વિષય બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here