ધ્રોલ : લતીપર ગામે માથામાં તીક્ષ્ણ હથિયારો ઝીંકી આધેડની હત્યા, જાણો સમગ્ર વિગત

0
776

જામનગર અપડેટ્સ : ધ્રોલ તાલુકાના લતીપર ગામે આજે સવારે એક આધેડની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે. માથાના ભાગે તીક્ષ્ણ હથિયારોના પ્રહાર કરી આધેડનું ઢીમ ઢાળી દીધું હોવાની વિગતો સામે આવી છે. હત્યારાઓએ એટલી ક્રૂરતા પૂર્વક પ્રહારો કર્યા છે કે આધેડનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું છે. પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે દિવસ પૂર્વે જામજોધપુર પંથકમાં કૌટુંબિક ભાઈઓએ પૂર્વ સરપંચની સાવ સામાન્ય બાબતે હત્યા નિજાવ્યાની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા ધનજીભાઈ દામજીભાઈ જોગેલ ઉવ 45 નામના આધેડની કરપીણ હત્યા નિપવવામાં આવો છે. માથાના ભાગે કુહાડા જેવા તીક્ષ્ણ હથિયારથી પ્રહાર કરી આધેડની ક્રૂરતા પૂર્વક હત્યા નિપજાવવામાં આવી છે. જો કે હત્યારાઓ નાસી છૂટ્યા હોવાથી પોલીસ દ્વારા મૃતકના મોબાઈલના સહારે તપાસ હાથ ધરી છે. હત્યારાઓ ઓળખ થયા બાદ જ હત્યા પાછળનું કારણ સ્પષ્ટ થશે એમ પોલીસે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here