જામનગર: એક જ દિવસમાં 13000 બાળકોને કોરોના રસી અપાઈ

0
422

સમગ્ર રાજ્યમાં કોવીડ-૧૯ રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે તા. ૧૬-૦૩-૨૦૨૨નાં રોજથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા  ૧૨  થી ૧૪ વર્ષના બાળકોને કોરોના પ્રતિરોધક રસીના ડોઝ આપી રક્ષિત કરવાની શરૂઆત કરવામાં આવેલ છે.

આ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લાનાં ૬ તાલુકાઓમાં જિલ્લાની સરકારી, અર્ધ સરકારી તથા ખાનગી શાળાઓ મળી કુલ ૬૭૩ શાળાઓમાં ૧૨ થી ૧૪ વર્ષના રસીકરણનો શુભારંભ તા ૧૬-૦૩-૨૦૨૨થી કરવામાં આવ્યો હતો.

કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ તથા જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસના ઉપક્રમે તા. ૧૬-૦૩-૨૦૨૨ તથા ૧૭-૦૩-૨૦૨૨ સુધીમાં જિલ્લાના ૧૨  થી ૧૪ વર્ષના ૧૩૧૦૨ જેટલા  બાળકોને કોરોનાની રસી આપી રક્ષિત કરવા આવ્યા છે. આગામી શનિવાર તથા રવિવારના દિવસે પણ જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આગામી દિવસોમાં કુલ ૩૫૦૦૦ જેટલા બાળકોને વેક્સીન દ્વારા રક્ષિત કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે જિલ્લાના તમામ વાલીઓ પોતાના બાળકોને વેક્સીન અપાવી રક્ષિત કરવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી નમ્ર અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here