જામનગર : કોરોનાએ લોહીના સબંધ તોડાવ્યા, મૃતદેહ લેવા પણ ન ડોકાય સ્વજન ?

0
1368

જામનગર : જામનગરમાં કોરોના વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે, છેલા એક મહિનામાં મૃતકોની સંખ્યા ડબલ ફિગરમાં આવી ગઈ છે. કોરોનાનો કહેર તો હાલ જીલ્લાભરમાં છવાયો છે પરંતુ આજે એક દુખદાઈ બનાવ સામે આવ્યો છે. જીજી હોસ્પીટલમાં દાખલ કોરોનાના દર્દીના મૃત્યુ બાદ તેના લોહીના સબંધ ધરાવતા કોઈ સ્વજન ડોકાયા જ નહી, તો અન્ય કિસ્સામાં દર્દીના પરિવારજનોએ સમસાનની ફી ચુકવવામાં આનાકાની કરતા માનવાતા મારી ચુકી હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્રને અપીલ કરવી પડી છે.

વિગત એવી છે કે, જામનગરની જી.જી હોસ્પિટલ તરફથી જાણવા મળ્યા મુજબ અમુક કિસ્સાઓમાં કોરોના પોઝિટિવ દર્દીઓનાં સગાઓ પોતાના સગાના મૃત્યુ બાદ તેમના મૃતદેહ લેવા આવતા નથી. અમુક કિસ્સામાં સ્વજન લેવા આવે છે તો તેઓ હોસ્પિટલના સ્ટાફ સાથે કો-ઓપરેટ કરતા નથી. અમુક કિસ્સામાં મૃતદેહને છોડીને ચાલ્યા જાય છે. તેમના અંતિમ સંસ્કારની વિધિમાં પણ તેઓ ભાગરૂપ બનતા નથી.

અંતિમ ક્રિયા માટે પરિવારના સભ્યને જી.જી.હોસ્પિટલ દ્વારા પી.પી.ઈ શૂટ પહેરાવીને અંતિમ ક્રિયા કરવા માટે બોલવવામાં આવે છે તો તે શૂટ ખોલી અને લોકો ભાગી જાય છે, તેની અંતિમક્રિયા માટેનો સ્મશાનનો ચાર્જ પણ પરિવારજનો આપતા નથી.આવી કોઈ પણ ક્રિયા અત્યંત ખેદજનક છે. લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે મૃત્યુ પામનાર વ્યક્તિની અંતિમ ક્રિયા પણ આરોગ્ય વિભાગ દ્વારા જ થાય આ યોગ્ય નથી.

અંતિમસંસ્કારએ વ્યક્તિનો છેલ્લો અધિકાર છે ત્યારે પરિવારજનો આ વિષે ધ્યાન આપે અને આગળ આવી કોઈ ઘટના ન બને તેવી વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. વહીવટી ટીમની અપીલને ધ્યાને રાખી એમ લાગે છે જાણે માનવતા મરી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here