જામનગર : ગુજરાતમાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેકના કિસ્સા સામે આવી રહ્યા છે. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં તમાકુ-ચાની દુકાન બંધ કરવાનું નક્કી કરાયું છે. આવી જ સ્થિતિ જામનગર અને દ્વારકા જીલ્લાની પણ છે ત્યારે આગામી દિવસોમાં પાન-મસાલાના રશીકો માટે માઠા સમાચાર આવી શકે છે.
રાજકોટ જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના કેસમાં ધ્યાને રાખીને આવતીકાલથી આઠ દિવસ સુધી ચા અને તમાકુની દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા સુરતમાં બે સ્થળે તમાકુની દુકાન 7 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આવી જ હાલત હાલારના બંને જિલ્લાઓની છે.
જામનગર અને દ્વારકા જીલ્લામાં પણ લોકલ સંક્રમણ વધી રહ્યું છે. મોતનો આકડો પણ ડબલ ફિગરમાં પહોચી ગયો છે. હાલ જામનગર શહેરમાં ૨૦૦ ઉપરાંત દર્દીઓ અને દ્વારકા જીલ્લો પણ ફિફ્ટી તરફની રફતાર પકડી છે. ત્યારે આગામી દિવસોમાં લોકલ સંક્રમણ ખાળવા માટે સરકાર બંને જીલ્લામાં પાન-ફાકી પર પ્રતિબંધ લાદે તો નવાઈ નહી,