જામનગર : SOG બ્રાંચમાં ફૂટ્યો કોરોના બોમ્બ, PI, PSI સહીત અડધો ડઝન જવાનો સંક્રમિત

0
1900

જામનગર અપડેટ્સ : જામનગરમાં પોલીસ વિભાગની એક મહત્વની કહી સકાય  એવી બ્રાન્ચમાં કોરોના બોમ્બ ફૂટતા પોલીસ અધિકારી સહીત અડધો ડઝન જવાનો કોરોનાનો શિકાર બની ગયા હોવાની વિગતો સામે આવી છે.

એલસીબીમાં પણ સમયાંતરે એક પછી એક જવાનો કોરોનાનો ભોગ બન્યા બાદ હાલ પરિસ્થિતિ થાળે પડી છે ત્યાં વધુ એક બ્રાંચમાં કોરોનાએ ફૂફાડો મારતા હાલ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. જો સુત્રોનું માનવામાં આવે તો એએસપી પાંડે પણ કોરોનાગ્રસ્ત બન્યા છે અને લાંબા સમયથી રજા પર ઉતરી ગયા છે. જો કે આ બાબતે એએસપીનો સંપર્ક થઇ શક્યો નથી.

જામનગરમાં છેલ્લા એક-દોઢ માસના ગાળામાં એલસીબીમાં ફરજ બજાવતા જવાનો પૈકી અડધો ડઝન કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જો કે હવે એલસીબીની સ્થિતિ થાળે પડી છે ત્યાં એસઓજી બ્રાંચ  ઝપટમાં આવી ગઈ છે. આધારભૂત વર્તુળોનું માનવામાં આવે તો પીઆઈ એસએસ નીનામા અને પીએસઆઈ વિછી તેમજ બંને ડ્રાઈવર સહીત છ પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. બંને પોલીસ અધિકારીઓ સહીતનો કોરોનાગ્રસ્ત સ્ટાફ ક્વોરેનટાઈન થયો છે.

એસપીની નજીકની ગણાતી અને માનીતી બ્રાંચના બે અધિકારીઓ ઉપરાંત એએસપી પાંડે પણ કોરોનાની ઝપટમાં આવી ગયા હોવાનું પણ પોલીસ વિભાગમાં ચર્ચાઈ રહ્યુ છે પરંતું તેઓનો કોઈ સંપર્ક થઇ શક્યો નથી. એએસપી પાંડે છેલ્લા એક સપ્તાહથી રજા પર છે.   ઉલ્લેખનીય છે કે એલસીબીમાં પણ છેલ્લા દોઢ માસના ગાળામાં સમયાંતરે અડધો ડઝન કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યા હતા. ત્યારબાદ મહત્વની અન્ય બ્રાંચના અધિકારીઓ-જવાનો કોરોના સંક્રમિત બનતા એસપીના સ્પેશિયલ ઓપરેશન પર પણ બ્રેક આવી ગઈ હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં ફોલ્લોપનો ગ્રાફ શૂન્ય રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here