જામનગર : યુપી ઘટના મુદ્દે કોંગ્રેસનો આક્રોશ રસ્તા પર, વર્ષો બાદ જોવા મળ્યા આવા દ્રશ્યો

0
673

જામનગર : હાલ ઉતરપ્રદેશના હાથસરમાં ઘટેલી ઘટનાનો મુદ્દો રાષ્ટ્રીય બની ગયો  છે અને રાજકીય રંગે રંગાયો છે. ત્યારે આજે હાથસર ખાતે પીડિત પરિવારને સાંત્વના આપવા જઈ રહેલા કોંગ્રેસના સર્વેસર્વા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને યુપી પોલીસે બળજબરી પૂર્વક રોકાવી અટકાયત કરી લેતા દેશભરમાં કોંગ્રેસ રોષ ભરાયો છે. જામનગરમાં પણ કોંગ્રેસી કાર્યકરો દ્વારા દેખાવો-સુત્રોચ્ચાર અને પુતળા દહન કરવામાં આવ્યું છે.

ઉતર પ્રદેશમાં હાથરસમાં યુવતી પર થયેલ બળાત્કાર અને હત્યા પ્રકરણની આગ છેક જામનગર સુધી પહોચી છે. મૃતકના પરિવારને મળવા જઈ રહેલ કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પોલીસે કરેલ વ્યવહારના પગલે કોંગ્રેસ આગબબુલા થયો છે. આજે જામનગર ખાતે લાલબંગલા પરિસરમાં ઘટનાના વિરોધરૂપે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર આવી ગયા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા. યોગી સરકારની પોલીસે રાહુલ-પ્રિયંકા પર કરેલ કાર્યવાહીને મહાનગર પાલિકાના નેતા અલ્તાફ ખફીએ વખોળી કાઢી હતી. રોષે ભરાયેલ તમામ કોંગ્રેસી કાર્યકરો દ્વરા યુપીના સીએમ યોગીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here