જામનગર: તમારો સોશ્યલ મીડિયા મિત્ર સ્ત્રી છે કે પુરુષ? જાણી લેજો

0
897

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતા એક સખસે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મહિલાના નામે ફેક આઈડી બનાવી, સિનિયર સીટીજનને ફસાવી, સવા લાખ રૂપિયા પડાવવા (બ્લેકમેલિંગ કરવા) સબબ પોલીસે ધરપકડ કરી છે. ગત ફેબ્રુઆરી માસના ગાળા દરમિયાન જામનગરના એક સિનિયર સિટીઝનને ફેસબુક એપ પર યુવતીના નામે ફ્રેન્ડ બનાવી વાતચીત કરી વિડીયોકોલ અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી, સવા લાખ રૂપિયાની માંગણી કરી,  મહિલાનો પતિ, વકીલ અને પીઆઇના નામેં ફોન કરી [પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. હોટેલ મેનેજર તરીકે નોકરી કરતા ખંભાળિયાના શખ્સ સામે પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ફેક આઈડી બનાવી સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી તેની સાથે મિત્રતા કેળવી અને વાતચીત કરી તથા વિડીઓ બનાવી, આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી, બ્લેકમેલિંગ કરવાનો કારસો કરનાર ખંભાળિયાના શખ્સને સાઇબર ક્રાઈમ પોલીસે પકડી પાડ્યો છે. વર્ષ 2022ના ફેબ્રુઆરી માસમાં જામનગરના એક સિનિયર સિટીઝનને ફેસબુક એપ પર કોઈ અજાણી હીના પટેલ નામના ફેસબુક આઇડી પરથી રિક્વેસ્ટ આવી હતી. જેને લઈને સીનીયર સીતીજને તેની સાથે મિત્રતા કેળવી વાતચીત કરી, કોલ કરી, વ્યવહાર આગળ વધાર્યો હતો. દરમિયાન આ સખ્સે તેની સાથે થયેલ વાતચીત વિડીયો કોલ ને વાયરલ કરી દેવાની ધમકી આપી, સવા લાખ રૂપિયાની માંગણી કરી હતી.

જેને લઇને જામનગર સાયબર ક્રાઇમ પોલીસમાં આ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી આઇપી એડ્રેસ સુધી પહોંચી હતી જેમાં આ કૃત્ય ખંભાળિયાના રામનાથ સોસાયટીમાં રહેતા અને હોટલ મેનેજર તરીકે નોકરી કરતા જતીન લાભશંકર પંડ્યા નામના સખ્સની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે

નકલી પતિ, વકીલ અને પીઆઇ સુધીની ભૂમિકા ભજવી છે આરોપીએ

હોટલ મેનેજર તરીકે નોકરી કરતા આ શખ્સની મોડેસ ઓપરેન્ડી પણ ગજબની છે. આ શકશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ મહિલાનો નામે પ્રોફાઈલ બનાવતો હતો.. ત્યારબાદ જુદી જુદી વ્યક્તિઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્ર બનાવતો હતો. મિત્ર બનાવ્યા બાદ આરોપી જતીન પંડ્યા જે તે મહિલાનો પતિ બની જતો, ત્યારબાદ ભોગ બનનારને ડરાવી ધમકાવી તમારા કારણે અમારા છૂટાછેડા થાય છે જેથી છૂટાછેડા લેવા વકીલ નો ખર્ચો આપવો પડશે નહીંતર વિડીયો વાયરલ થશે એવી ધમકી આપતો હતો. ત્યારબાદ નકલી વકીલ બની મેટર પૂરી કરવા પૈસા આપી દેવા દબાણ કરતો હતો. આ ઉપરાંત આરોપી નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બની ક્રાઈમ બ્રાન્ચ માંથી વાત કરે છે અને ફરિયાદ દાખલ થવાની છે, એવી રીતે ડરાવી ધમકાવી આરોપી પૈસા પડાવવા દબાણ કરતો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here