દ્વારકા: તું હવે સાક્ષીને ભૂલી જજે કહી બે આરોપીઓએ યુવાનને માર્યો

0
418

દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા ખાતે યુવતી બાબતે બે શખ્સો એક યુવાનને માર માર્યો હોવાની પોલીસ દબદરે ફરિયાદ નોંધાવવામાં આવી છે એક યુવતી સાથે સંબંધ રાખનાર યુવાનને બે સખ્સોએ શિવરાજપુર અને દ્વારકા બોલાવી પટ્ટા તેમજ છરી વડે માર મારી પહોંચાડ્યાની ઘટના સામે આવી છે.

યાત્રાધામ દ્વારકા માં જૂની નગરપાલિકા પાછળ આવેલ આંબેડકરવાસમાં રહેતા દિનેશભાઈ અરજણભાઈ શુકલ નામના વેપારીના પુત્ર પરેશ પર કિશન અરજણભા ભઠ્ઠડ અને વિપુલ વિરજીભાઈ નામના બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે યુવાન પરેશને બંને સક્ષોએ ફોન કરીને શિવરાજપુર તેમજ દ્વારકા સુદામા સેતુના ઢાળિયા પાસે બોલાવી પટ્ટા તથા છરી વડે માર મારી શરીરના ભાગે મૂંઢીજા કરી જમણા હાથની ચકલી આંગળી તથા ડાબા હાથના બાવળામાં છરીના ઘસરખા મારી ઈજા પહોંચાડી હોવાનું જાહેર થયું છે સાક્ષી પરમાર નામની છોકરી સાથે મિત્રતાનો વ્યવહાર રાખનાર પરેશ ના આ વ્યવહાર બંને સક્ષોને ગમતા ન હતા.

જેનો ખાર રાખીને ફોન કરી બોલાવી યુવાનને માર માર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે આ ફરિયાદના આધારે પોલીસે બંને સખસો સામે એટ્રોસિટી એક્ટ તથા મારા મારી અને ધમકી ફરિયાદ નોંધ છે આ ફરિયાદના આધારે એસસી એસટી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here