જામનગર : જામનગરમાં વધુ એક મહિલાએ જીવતરનો અંત આણ્યો, આવું છે કારણ

0
197

જામનગર : જામનગરમાં આપઘાત-અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે. જેમાં જામનગરમાં વિકાસગૃહ સામે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળી એક  મહિલાએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે.

જામનગરમાં વધતા જતા આપઘાતના બનાવોમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. જેમાં શહેરના પટેલ કોલોની વિકાસ ગ્રુહ સામે બ્લોક નમ્બર એ-૨/૪૧માં રહેતા સોનલબેન અશોકભાઈ કટારીયા ઉ.વ. ૪૫ નામના મહિલાએ ગઈ કાલે સાંજે પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે તેણીના પુત્ર યશ અશોકભાઈ કટારીયાએ જાણ કરતા સીટી બી ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકને માનસીક બિમારી હોય તથા હદય રોગથી પીડાતા હતા. આ બન્ને બીમારીથી કંટાળાઇ જઇ પોતાના ઘરે પોતાની જાતે પંખા સાથે દુપટા વડે ગળા ફાસોં ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here