જામનગર : વૃદ્ધ વેપારી પાસેથી ખરીદી કરી ઠગબાજ કડકડતી નકલી નોટો ધાબડી ગયા

0
1177

જામનગરમાં પંચેશ્વેર ટાવર પાસે આવેલ એક કાપડની દુકાનમાં ખરીદી કરી ઠગ બાજોએ વેપારીને કડકડતી નોટોના બંડલમાંથી રૂપિયા બસોના દરની છ નોટ આપી છેતરપીંડી કરી ગયાનો ઘટના સામે આવી છે. ઠગબાજોએ આપેલ નોટ નકલી હોવાનું સામે આવતા વેપારીએ પોલીસમાં જાણ કરી છે.

જામનગર શહેરમાં જ્યારેથી નવી નોટ ચલણમાં આવી છે ત્યારથી જાલીનોટનું અસ્તિત્વ સમાપ્ત થઇ ગયું હોય તેમ એક પણ કેસ સામે આવ્યો નથી. જૂની નોટ વખતે જામનગર સતત સમાચારમાં ચમકતું હતું ત્યારે નવી નોટ બનાવતી હોવાનો પ્રથમ બનાવ સામેં આવ્યો છે. શહેરના પંચેશ્વર ટાવર રોડ પર કાપડની દુકાનમાં ગઈ કાલે અમુક સખ્સો કપડાની ખરીદી માટે આવ્યા હતા. જેમાં ખરીદી કરીને સખ્સોએ રૂપિયા ૧ર૦૦ ચુકવવાની રકમ સામે રૂપિયા ર૦૦ની કડકડતી નોટનું બંડલ કાઢી તેમાંથી છ નોટ આપી હતી. આ ઠગબાજો ચાલ્યા ગયા બાદ વેપારીએ નોટનું નિરીક્ષણ કરતા નકલી હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ ઉપરાંત પણ શહેરમાં નકલી નોટના નામે ગઠિયાઓની છેતરપિંડીથી ફરિયાદો ઊઠવા પામી છે. ઠગબાજો માત્ર મોટી ઉમરના વેપારીને જ નિશાન બનાવતા હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here