જામનગર : પોતાની બહેન સાથે બોલવાનો સબંધ રાખનાર યુવાનના આવા હાલ કર્યા ભાઈઓએ

0
1895

જામનગરમાં મોરકંડા રોડ રોડ પર જંગલીપીરની દરગાહ પાસે ગઈ કાલે બે ભાઈઓ સહીત ચાર સખ્સોએ એક યુવાનને આંતરી લઇ, લાકડાના ધોકા વડે હુમલો કરી સખ્ત મારી મારી બંને પગે ફેકચર તથા એક હાથમાં પણ ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ જગંલીપીરની દરગાહ, મોરકંડા ધાર પાવર હાઉસ પાસે ગઈ  કાલે હીતેષભાઇ કમલેશભાઇ શુક્લા ઉવ.૨૧ નામના જી.આઇ.ડી.સી. ફેસ. ૦૨ દરેડ ખાતે કારખાના મા મજુરી કામ કરતા યુવાનને રાહુલ પ્રેમજી કણજારીયા, મહેન્દ્ર પ્રેમજી કણજારીયા, પારસ ખાણધર અને કુલદીપ રહે.બધા જામનગર વાળા સખ્સોએ આંતરી લીધો હતો. આ ચારેય સખ્સોએ યુવાનને ભુંડી ગાળો આપી, લાકડાના ધોકા વડે હુમલો કરી, આડેધડ માર મારી, બન્ને પગમા તથા ડાબા હામા ફેક્ચર કરી તેમજ શરીરે મુંઢ ઇજાઓ પહોચાડી જાનથી મારી નાખવની ધમકી આપી હતી. ચારેય સખ્સોના સખ્ત મારી યુવાન રસ્તા વચ્ચે જ ઢળી પડ્યો હતો દરમિયાન યુવાનને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે યુવાને સારવાર લીધા બાદ સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેય આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં ભોગગ્રસ્ત યુવાનને આરોપી રાહુલ અને મહેન્દ્રની બહેન સાથે બોલવાના સંબંધ છે જે આરોપીઓને ગમતું ન હતું. આ બાબતના મનદુઃખને લઈને બંને ભાઈઓ તેમજ તેના અન્ય બે મિત્રો એમ ચારેય સખ્સોએ હુમલો કરી માર માર્યો  હોવાનો આરોપ ફરિયાદમાં લગાવાયો છે. આ બનાવ અંગે પીએસઆઈ હરિયાણી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here