જામનગર: સાત મહિનામાં દંપતિના પ્રેમલગ્નનો કરુણ અંત

0
467

પ્રેમ લગ્ન કરનાર મોટાભાગના દંપતીઓ વચ્ચે વિખવાદ થતા હોય છે અને આ વીકવાદો જાહેરમાં આવતા હોય છે ત્યારે આવો જ એક બનાવ જામનગર થી સામે આવ્યો છે જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવાન અને તેની પત્ની વચ્ચે વિખવાદ થતા યુવાને જીવતરનો અંત આણ્યો છે. ઘરકામ તેમજ મિત્રો સાથે ફરવા બાબતે પત્ની સાથે ઘરકંકાશ થતા યુવાનને મનમાં લાગી આવ્યું હતું અને તેને લહેર તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર નજીક ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામ નજીક આવેલ લહેર તળાવ માંથી રામેશ્વર નગરમાં નિર્મલ નગર વિસ્તારમાં હરસિદ્ધિ પ્રવીણ સ્ટોર ની બાજુમાં રહેતા ભાવિન પરેશભાઈ ગૌતમી નામના 22 વર્ષે યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતકનો કબજો સંભાળી તેના પરિવારજનોને જાણ કરી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા પરેશભાઈ ગૌતમએ પંચકોસી બી ડિવિઝન પોલીસ દફતરમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

મૃતક પુત્ર ભાવીને સાતેક મહિના પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા અને તે દંપતિ પરિવારથી અલગ રહેતું હતું. આ સાત માસના ગાળા દરમિયાન ઘરકામ બાબતે તેમજ તેના મિત્રો સાથે ફરવા જવા બાબતે પત્ની સાથે ઝઘડા થતા હતા. જેને લઈને  મનોમન લાગી આવતા ભાવીને પોતાના ઘરેથી એકલા નીકળી, લહેર તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પંચકોષી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here