કોંગ્રેસની પ્રથમ યાદી: જામનગર ઉત્તર બેઠક પર બિપેન્દ્રસિંહ જાડેજા

0
5784

જામનગરની એક સહિત રાજ્યની 43 બેઠકો પરના કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. મોદી રાત્રે બહાર પડાયેલી યાદીમાં જામનગરની પાંચ બેઠકોમાંથી એક બેઠક એટલે કે જામનગર ઉત્તર બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક પર વર્તમાન જામનગર ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાને પાર્ટીએ તક આપી છે.

આજે મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા રાજ્યની 43 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં જામનગર સંસદીય મત ક્ષેત્રની વાત કરવામાં આવે તો કુલ સાતમાંથી એક બેઠક પરના ઉમેદવારના નામને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જામનગર 78 ઉત્તર બેઠક પર આ વખતે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન પ્રમુખ અને પ્રદેશ ગુજરાતના મહામંત્રી બિપેન્દ્રસિંહ જાડેજાનું નામ ફાઇનલ થયું છે. આ બેઠક પર માત્ર બે જ નામ અંતિમયાદીમાં ગયા હતા. જેમાં જામનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા અને બીપેન્દ્રસિંહનો સમાવેશ થતો હતો. જોકે આ બંને પૈકી  કોંગ્રેસમાં સિન્યોરિટી અને સ્વચ્છ છાપ અને પ્રદેશ સંગઠનમાં રહેલ ભૂમિકાને ધ્યાને રાખી બીપેન્દ્ર સિંહ પર ઉમેદવારીનો કળશ ઢોળ્યો હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.

કોણ છે બીપેન્દ્રસિંહ જાડેજા ?

78 વિધાનસભાના કોંગ્રેસે જે ઉમેદવાર ને ટિકિટ આપી છે તે દિપેન્દ્રસિંહ જાડેજા હાલ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે. છેલ્લા ત્રણ દાયકાથી તેઓ કોંગ્રેસમાં સક્રિય છે અને સંગઠનમાં સારી એવી કામગીરી કરી છે. હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં મહામંત્રી તરીકેનું પદ ધરાવે છે. બિનવિવાદીત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા બિપેન્દ્રસિંહ ભૂતકાળમાં એક પણ ચૂંટણી લડ્યા નથી. પક્ષે શનિષ્ઠ કાર્યકર તરીકે તેઓની કદર કરી મેદાને ઉતાર્યા છે.

78 જામનગર બેઠકના જ્ઞાતિ સમીકરણો

૭૮ જામનગર ઉત્તર બેઠકમાં ઓક્ટોબર 2022ની ગણતરીએ ૧,૩૪, ૬૯૯ પુરુષો, ૧,૨૮,૬૭૫ સ્ત્રીઓ, ૧ થર્ડ જેન્ડર સહિત કુલ 2,63,375 મતદારો નોંધાયા છે. જેમાં મુસ્લિમ 49,000 રાજપુત-ક્ષત્રિય ૩૧૦૦૦, અનુસૂચિત જાતિ 26000, પટેલ 19,000, બ્રાહ્મણ 16,000, કોળી 14,000 અને દલવાડી 12,000 તેમજ આહીરો 8,000 સહિત અન્ય સમાજના મત આ વિધાનસભા બેઠક પર આવે છે.

છેલ્લી બે વિધાનસભાનું ચિત્ર

જામનગર 78 બેઠક પર હાલના ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજાએ ભાજપના પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને પરાજય આપ્યો હતો. જ્યારે વર્ષ 2017માં આ બેઠક પર વર્તમાન ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા અને કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયા વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલ ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો વિજય થયો હતો.

આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે

આ બેઠક પર આમ આદમી પાર્ટીએ પ્રથમ જ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જેમાં શહેર પ્રમુખ કરશન કરમુરની ઉમેદવારી જાહેર કરી છે. જયારે ભાજપાની યોજાયેલ સેન્સમાં આ બેઠકમાં કુલ છ ઉમેદવારોએ દાવેદારી છે અને સાતમી દાવેદારી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાની છે. બીજી તરફ ભાજપના સીટીંગ ધારાસભ્ય હકુભા જાડેજાની મજબુત દાવેદારી પણ ઉડીને આંખે વળગે તેવી છે.ત્યારે પાર્ટી આ બેઠક પર કોંગ્રેસ અને આપ સામે કોને લડાવે છે એ જોવાનું રહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here