જામનગર : ભાઈ-ભત્રીજાઓ પર હુમલો કરતો સખ્સ, કેમ કર્યો હુમલો?

0
658

જામનગર : જામનગરમાં યાદવનગર પાછળ મહાદેવનગરમાં રહેતા એક ક્ષત્રીય પરિવારમાં મારામારી થવા પામી હતી જેમાં આરોપી કાકાએ મકાનની દીવાલ બહાર બાજુ ચણતા ભત્રીજાએ કોર્પોરેશનમાં અરજી કરી હતી. જેને લઈને એસ્ટેટ શાખાએ સ્થળ પર જોવા ગઈ હતી. જેને લઈને કાકાએ તેના ભાઈ-ભત્રીજાઓ પર હુમલો કરી માર માર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત મુજબ, શહેરના ખોડીયાર યાદવનગર મહાદેવનગર કાયાભાઇની દુકાન પાસે રહેતા જીતેન્દ્રસિંહ મંગળસિંહ સોઢા અને તેના ભાઈ ધર્મેન્દ્રસિંહ સોઢા અને તેના પિતા પર બાજુમાં જ રહેતા તેના કાકા પ્રતાપસિંહ માધવસિંહ સોઢાએ ગઈ કાલે બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં કાકાએ જીતેન્દ્રસિંહ માથામા ભાગે લાકડાનો ધોકો તેમજ હાથમા છરી મારી તેમજ તેના ભાઈ ધર્મેન્દ્રસિંહને અને પિતાને ઢીકાપાટુનો માર મારી સામાન્ય ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સારવાર લીધા બાદ યુવાને પોતાના જ પાડોશી કાકા સામે સીટી સી ડીવીજન પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આરોપી કાકાએ પોતાના ઘરની દીવાલ થોડી બહારની સાઇડ કાઢેલ લીધી હતી. જેથી જીતેન્દ્રસિંહ અને તેના પરિવારના સભ્યોએ દીવાલ કાઢી લેવા બાબતે સમજાવ્યા હતા. છતાં પણ ન સમજતા ધર્મેન્દ્રસિંહે કોર્પોરેશનમાં અરજી કરી હતી. અરજી બાદ એસ્ટેટ વિભાગના અધિકારીઓ સ્થળ પર જોવા આવ્યા હતા. અરજીના મનદુઃખને લઈને આરોપી કાકાએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાહેર થયું છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here