જામનગર: નાશીર હુસેન બે વર્ષથી સાથે રાખતો હતો પિસ્તોલ, આ આરોપીએ આપ્યું હતું હથિયાર

0
719

જામનગર એલસીબી પોલીસે બેડી વિસ્તારમાંથી જામનગરના જ સખ્સને આંતરી લઇ દેશી પિસ્તોલ અને કાર્તીશ કબજે કર્યા છે. આ હથિયાર દોઢ-બે વર્ષ  પૂર્વે જામનગરના જ એક સખ્સ પાસેથી મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે.

જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં માધાપર ભુંગા જવાના રસ્તે, ચોકડી પાસે આવેલ બસ સ્ટેન્ડ સામે એક સખ્સ દેશી પિસ્તોલ સાથે આતાફેરો કરતો હોવાની એલસીબી પોલીસને હકીકત મળી હતી જેને લઈને તમા સ્ટાફે આ વિસ્તારમાં પહોચી ઉપરોક્ત સ્થળ કોર્ડન કર્યું હતું. જેમાં શંકાસ્પદ હાલતમાં આટાફેરા કરતો  ૨૩ વર્ષીય નાસીરહુશેન અબ્દુલગફારભાઇ ખફી રહે. કિશાનચોક, સુમરા ચાલી, ઉનની કંદોર સામે, જામનગર વાળો મળી આવ્યો હતો.

પોલીસે તેની તલાસી લેતા તેના કબ્જામાંથી પોલીસે મેઈડ ઇન મુંગેર લખેલ એક દેશી પિસ્તલ કબજે કરી હતી. આ ઉપરાંત બે કાર્ટીસ અને એક વધારાનું  મેગ્જીન પણ મળી આવ્યું હતું. જેથી પોલીસે આરોપીની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં આ હથિયાર દોઢ-બે વર્ષ પૂર્વે જામનગરના જ સાજીદભાઇ મહમદભાઇ વાધેર રહે. વાધેરવાડા વાળા પાસેથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું  હતું પોલીસે આ સખ્સને ફરાર જાહેર કરી નાશીરની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here