જામનગર: હેડ કોન્સ્ટેબલ વતી રૂ.૨૨ હજારની લેતા હોમગાર્ડને ઉઠાવી લેવાયો

0
1156
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક પોલીસ જમાદાર વતી હોમગાર્ડના એક જવાનને જામનગર એસીબી ની ટીમે રૂપિયા બાવીસ બજારની લાંચ લેતાં  ઝડપી લીધો છે, જયારે પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી છે. જામનગર એસીબીની  આ  કાર્યવાહીને લઈને પોલીસ બેડા માં ભારે હલચલ મચી ગઈ છે.

આ દરોડા ની વિગત એવી છે કે જામનગર શહેરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવતી ખોડીયાર કોલોની પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવી વતી રૂ.૨૨,૦૦૦ ની લાંચ લેતા હોમગાર્ડ હરપાલસિંહ જાડેજા રંગેહાથ ઝડપાયો હતો. તેમજ એસીબીની ટીમે હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવીની શોધખોળ હાથ ધરી છે.


એક દારૂના કેસ મામલે પોલીસકર્મી
કલ્પેશ ગઢવીએ રૂ.૩૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જે દારૂ સાથે દારૂનો ધંધાર્થી ઝડપાયો હતો, તેણે અગાઉ ૮,૦૦૦ રૂપિયા આપતાં લાંચ માંગનારે લઈ લીધા હતા. બાકીના રૂપિયા ૨૨,૦૦૦ લેવા જતાં પોલીસકર્મી કલ્પેશ ગઢવી વતી હોમગાર્ડ હરપાલસિંહ જાડેજા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઇ ગયો હતો.


હાલ જામનગર એ.સી.બી દ્વારા હોમગાર્ડની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, અને હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવી ફરાર થઇ ગયા હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જામનગર એસીબીની આ કાર્યવાહીથી જામનગરના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here