જામનગર : દરેડમાં કેબીનમાં લાગી આગી, દોડધામ મચી ગઈ, આવો હતો મંજર

0
346

જામનગર : જામનગર નજીકના લાલપુર રોડ પર આવેલ દરેડ ગામે પતરાની કેબીનમાં લાગેલી આગના પગલે દોડ ધામ મચી ગઈ હતી. જીવંત વીજ તાર તૂટી કેબીન પર રાખેલ ટાયર પર પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. જો કે ફાયરની ટીમ પહોચે તે પૂર્વે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર નીયંત્રણ મેળવ્યું હતું.

જામનગર – લાલપુર હાઈવે પર આવેલ દરેડ ગામે રોડ પર જ એક કેબીનમા આગનો બનાવ સામે આવ્યો છે. આગને પગલે દોડધામ મચી જવા પામી હતી. કેબીન પરથી પસાર થતી મોટી વીજ લાઈનનો તાર તૂટતા નીચે પડ્યો હતો તૂટેલ વીજ તાર કેબીન પર રાખેલ ટાયર પર પડ્યો હતો. જેને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું હતું. આ ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે આગ વધુ પ્રસરે તે પૂર્વે સ્થાનિકોએ ફાયરને જાણ કરી અપના હાથ જગન્નાથ કરી પાણીનો મારો ચલાવ્યો હતો અને ફાયર પહોચે તે પૂર્વે આગ પર નીયંત્રણ મેળવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here