જામનગર : વહેલી સવારે સોડા ભરેલ ટ્રક પલટી જતા ચાલક અને ક્લીનરના અરેરાટીભર્યા મોત

0
3528

જામનગર અપડેટ્સ : જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ નજીક ટ્રક પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં ક્લીનર અને ચાલક બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજયા છે. આજે વહેલી સવારે ચારેક વાગ્યે મીઠાપુરથી સોડા ભરી દક્ષીણ ભારત તરફ જતો ટ્રક એકાએક રોડ નીચે ઉતરી પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ચાલકને જોકું આવું જતા આ ઘટના ઘટી હોવાનો  પ્રાથમિક અંદાજ લગાવી પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે મૃતકોના પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

જામનગરની ભાગોળે દિન-બ-દિન અકસ્માત સર્જાતા રહયા છે. આજે વહેલી સવારે ચારેક વાગ્યા આસપાસ ખીજડીયા બાયપાસ નજીક રાજકોટ તરફ જતી જીજે ૩૭ ટી ૭૯૦૬ નંબરનો ટ્રક એકાએક પલટી મારી રોડની નીચે ઉતરી ગયો હતો. જેમાં ઉંધા પડેલ ટ્રકમાના ચાલક પ્રભાતસિંહ મેઘરાજસિંહ વાઘેલા ઉવ ૪૦ અને ક્લીનર અસરફ ભીખુભાઈ મંગીયા ઉવ ૩૫ બંને ટ્રક નીચે દબાઈ જતા બંનેના સ્થળ પર જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા આ બનાવના પગલે જામનગર ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોચી બચાવ કાર્ય શરુ કર્યું હતું. પરંતુ મદદ મળે તે પૂર્વે ચાલક અને ક્લીનરના મૃત્યુ નીપજ્યા હતા આ બનાવના પગલે પંચકોશી પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર ખાતેની ટાટા કંપનીમાંથી રાત્રે સોડા-એસ ભરી ટ્રક હૈદરાબાદ તરફ રવાના કરવામાં આવ્યો હતો. દરમીયાન જામનગર નજીક અકસ્માત થયો હતો. ટ્રક ચાલક અને ક્લીનર પણ દ્વારકા જિલ્લાના હોવાનું  જાણવા મળ્યું છે. પોલીસે મૃતકના  પરિવાર અને ટ્રક માલિકનો સંપર્ક કરી આગળની તજવીજ હાથ ધરી છે. આ બનાવના પગલે મૃતકોના પરિવારમાં શોક છવાયો  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here