જામનગર: પંચકોશી બી ડીવીજનના 7 પોલીસકર્મીઓ બદલી

0
1124

જામનગર નજીકના નાઘેડી ગામે એલસીબીએ જુદા જુદા બે દરોડા પાડી વિદેશી દારૂનો આઠ લાખનો જથ્થો પકડી પાડ્યો હતો. આ દરોડા બાદ પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરના સાત કર્મચારીઓની સાગમટે બદલી કરી દેવામાં આવી છે. આ બદલી એલસીબીની પ્રોહીબીશન કાર્યવાહી બાદ કરવામાં આવી છે.

જામનગર નજીકના નાઘેડી ગામે એલસીબી પોલીસે જુદા જુદા બે દરોડા પાડ્યા હતા. જેમાં ૧૫૦૦ ઉપરાંત વિદેશી દારુની બોટલ મળી આવી હતી. આ જથ્થો નામચીન બુટલેગર રામકા મેરનો અને તેના સાગરીતોએ ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. આ દરોડા બાદ પંચકોશી બી ડીવીજનમાં સાત પોલીસ જવાનોની સાગમટે બદલી કરવામાં આવી છે. આજે ઇન્ચાર્જ જીલ્લા પોલીસ વડા પાંડેએ પંચકોશી બી ડીવીજનમાં ફરજ બજાવતા અનાર્મ એ.એસ.આઇ. કરણસિંહ પ્રવિણસિંહ જાડેજા, અનામ હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ કિરીટસિંહ જાડેજા, કરણસિંહ ગૌપાલસિહ જાડેજા, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા, અનામ પોલીસ કોન્સ્ટેબલ રઘુવિરસિંહ ભૂપતસિંહ જાડેજા, અનામ પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા મયુરસિંહ સહદેવસિંહ જાડેજાની તાત્કાલિક અસરથી પોલીસ હેડકવાટર બદલી કરવામાં આવી છે. ઇન્ચાર્જ એસપી નીતેશ પાંડેના જણાવ્યા મુજબ, આ બદલી પોલીસ વ્યવસ્થાના ભાગ રૂપે કરવામાં આવી છે. જો કે આંતરિક સુત્રોનું માનવામાં આવે તો આ બદલી પાછળ પોલીસ કર્મીઓનો બુટલેગરો પ્રત્યેના સારા સંબંધો કારણભૂત છે. જ્યારે પીએસઆઈ સામે ખાતાકીય તપાસ સોંપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here