જામનગર: પાટીદાર આંદોલનના બે કેસના ૨૪ આરોપીઓ નિર્દોષ

0
331

પાટીદાર અનામત આંદોલન સંદર્ભે જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર થયેલ તોફાન અન્વયે પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી સહિત ૧૪ આરોપીઓનો અને જોડીયા તાલુકાના હડિયાણા ગામ નજીક એસટી બસ સળગાવવાના કેસમાં ૧૦ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે.

જામનગર સીટી–એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ અમરાભાઈ પાલાભાઈ રાઠોડ પાટીદાર અનામત આંદોલન સંદર્ભે લાલપુર બાયપા થી પવનચક્કી સુધી પેટ્રોલીંગ કરતા હતા તે દરમ્યાન આરોપીઓ મહેન્દ્ર હેમરાજ મીણા, જીતુ કરશનભાઈ રાબડીયા, પૂર્વ કોર્પોરેટર અતુલ વિઠલભાઈ ભંડેરી સહિતના ૧૪ આરોપીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી પોલીસ કર્મચારીનું મોટર સાઈકલ નં. જીજે-૧૦–એજી–૫૫૨૮ નંબરનું મોટર સાઈકલ આરોપીઓ દ્વારા સળગાવી નાખી રૂા. ૩૦,૦૦૦/- નું નુકશાન કરી ગુનો કર્યો હતો.

પોલીસ કર્મચારી દ્વારા ૧૪ આરોપીઓ સામે જામનગર સીટી–એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ : ૧૪૩, ૪૩૫ મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલ,જે કેસ જામનગરના પાંચમા એડી. સીનીયર સીવીલ જજ એન. એન. પાથરની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે. જયારે જામનગર જિલાના જોડિયા તાલુકાના વર્ષ ૨૦૨૦માં હડીયાના ગામ નજીક ૧૦ સખ્સોએ એસટી બસમાં તોડફોડ કરી પબ્લિક પ્રોપર્ટીને નુકશાન પહોચાડ્યું હતું. આ કેશ ચાલી જતા અદાલતે તમામ આરોપીઓને નીર્દોષ જાહેર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here