ભાણવડ નજીકની લૂંટ ઠગારી નીવડી, ભોગગ્રસ્તે નાટક રચ્યું

0
803

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક આવેલ ત્રણ પાટિયા વિસ્તારમાં ગઇકાલે બપોરે કારને આંતરી લઇ ત્રણ બાઇકમાં આવેલા શખ્સોએ પેટ્રોલ પંપ સંચાલક પાસેથી રૂપિયા ૧૦ લાખની ચલાવેલી લૂંટ તરકટ સાબિત થઈ છે. ભોગગ્રસ્ત યુવાને જ આર્થિક સંકળામણ માંથી બહાર નીકળવા લૂંટનું નાટક રચ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આરોપી દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ત્રણ પાટિયા નજીક ગઈકાલે બપોરે લૂંટની ઘટના ઘટી હતી. જેમાં આ વિસ્તારમાં પેટ્રોલ પંપ ધરાવતા સંચાલક પૃથ્વી વાઘેલા પોતાની કાર લઈ ત્રણ પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યારે ત્રીપલ બાઇકમાં આવેલા શખ્સોએ કારને આંતરી લઇ પૃથ્વી વાઘેલા અને ધમકાવી તેના કબજામાં રહેલા રૂપિયા ૧૦ લાખની રોકડ ભરેલો થેલો આંચકી લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.

લૂંટની ઘટના સામે આવતાં સ્થાનિક પોલીસ સહિત એલસીબી એસઓજી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ કરી ભોગગ્રસ્ત યુવાનના હાવભાવ પૂછી તેમજ તેની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ આ બનાવ અંગે કોઈ ચશ્માદિત ગવાહ ન હોવાથી અને જ્યાં લૂંટ થઈ છે તેની આસપાસ જ બે ચેકપોસ્ટ હોવા છતાં પણ કોઈએ લૂંટારૂનેનો નિહાળતા પોલીસને શંકા ગઈ હતી. જેને લઇને પોલીસે પૃથ્વી વાઘેલાની ઉલટ તપાસ કરી હતી. ચાર કલાક બાદ ભાંગી પડેલા પૃથ્વીએ સમગ્ર હકીકત પોલીસ સમક્ષ કરી હતી.

જેમાં પોતે આર્થિક સંકળામણમાં આવી જતા લૂંટનું નાટક રચ્યું હોવાની કબૂલાત કરી હતી.જેને લઇને પોલીસનો રૂંધાઇ ગયેલો શ્વાસ ફરી ધબકતો થયો હતો. પોલીસે પેટ્રોલ પંપ સંચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here