જામનગર : ૧૨ વર્ષે ગોદ સુની રહેતા પત્નીને અપાયો ત્રાસ, પતિએ અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી લીધા

0
982

જામનગર : જીલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની પરિણીતા પર કચ્છના સાસરિયાઓએ બાર વર્ષ સુધી દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોધાવાઈ છે. લાંબા સમય બાદ તેણીને સંતાન પ્રાપ્તિ નહી થતા સાસરિયાઓએ આ બાબતે ત્રાસ આપતા તેણીએ પિયર પક્ષનો સહારો લીધો હતો. દરમિયાન તેના પતિને અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી લીધા હોવાની વિગતો જાહેર થઇ છે.

કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના બળદીયા ગામના વનરાજસિંહ ધનશ્યામસિંહ સરવૈયાના લગ્ન જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના હર્ષાબા સાથે થયા હતા. લગ્નના બે માસથી બાર વરસના ગાળામાં પતિ વનરાજસિંહ સરવૈયા તથા સસરા ધનશ્યામસિંહ દાનુભા સરવૈયા તથા સાસુ લીલાબા ધનશ્યામસિંહ દાનુભા સરવૈયા તથા  દિયર પરાક્રમસિંહ  ધનશ્યામસિંહ સરવૈયા તથા ઉર્મીલાબા પરાક્રમસિંહ  સરવૈયા સહિતનાઓએ હર્ષાબાને કોઇ સંતાન ન થતા અને અન્ય નાની નાની  બાબતે અવાર-નવાર કોઇપણ કારણ વગર મેણાટોણા મારવા શરુ કર્યા હતા. વર્ષેને વર્ષે સાસરિયાઓનો માનસિક- શારિરિક દુ:ખ ત્રાસ વધી જતા અને મારામારી પર ઉતરી આવતા છેલ્લા ત્રણેક વર્ષ  પહેલા  ઢીકાપાટુ નો માર મારી, બીભત્સ વાણી વિલાસ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ હર્શાબા જામજોધપુરના ધ્રાફા ગામે પિયરમાં આવી ગયા હતા. ત્રણ વર્ષ સુધી સાસરિય હર્ષાબાને તેડવા નહિ આવતા અને પતિ વનરાજસિંહે કિરણબા ગોહિલ નામની કોઈ સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગ્યા હોવાનું ધ્યાને આવતા તેણીએ કિરણબાને બાદ કરતા તમામ સામે આઈપીસી કલમ ૪૯૮-એ, ૩૨૩,૫૦૪,૫૦૬(૨‌),૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી છે  હતી. જેના આધારે એએસઆઈ એ.જે.પોપાણીયાએ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here