જામજોધપુર : તીનપતિ ખેલવામાં પુરુષો કરતા તો મહિલાઓ સવાઈ, વધુ એક દાવ ?

0
987

જામનગર : જામજોધપુર પોલીસે જુગારીઓ સામે કડક-મીઠ્ઠી કાર્યવાહીનો દોર અવિરત રાખી વધુ એક દરોડામાં સાત મહિલાઓ સહિત આઠ શખ્સોને તીનપતી ખેલતા પકડી પાડી છે. આશ્ચર્યની વાત તો એ છે કે પોલીસને અહીં ધર્મ ધક્કો પડ્યો, કારણ કે આઠ શખ્સો પાસેથી માત્ર 2600 રૃપિયા જ રોકડા મળી આવ્યા, દર વખતેની જેમ આ દરોડાને લઈને પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉદભવે નહિ તો જ નવાઈ,

શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ જામજોધપુર તાલુકા મથક મહિલાઓના જુગારને લઈને છાપે ચડ્યું છે ત્યાં વધુ પોલીસ કાર્યવાહીમાં સાત મહિલાઓ તીનપતી ખેલતા મળી આવી છે. પોલીસે ગીંગણી ગામે આવેલ જેન્તીભાઇ કમાભાઇ મકવાણા ના ઘરની પાછળ આવેલ ખુલ્લા પટ્ટમા દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ઇન્દ્રપાલ હરીકિશન કુશબાહા, રહે. હાલ ગીંગણી ગામ તા- જામજોધપુર જી.જામનગર મુળ રહે. કોચ તા.જી.જાલોદ રાજ્ય.ઉતરપ્રદેશ, દયાબેન નાથાભાઇ વિંઝુડા રહે.ગીંગણી ગામ તા.જામજોધપુર જી.જામનગર, રામીબેન જેન્તીભાઇ મકવાણા રહે-ગીંગણી ગામ તા-જામજોધપુર જી.જામનગર મુળ રહે.ખુનપુર ગોકરણ તા.કુતીયાણા જી.પોરબંદર, લાભુબેન બાબુભાઇ ચૌહાણ રહે.ગીંગણી ગામ તા-જામજોધપુર જી.જામનગર, મુકતાબેન વા ઓ વેલજીભાઇ ગુજરાતી રહે.ગીંગણી ગામ તા-જામજોધપુર જી.જામનગર, ઇન્દુમતીબેન વા ઓ કાંતીભાઇ લાડાણી રહે.ગીંગણી ગામ તા-જામજોધપુર જી.જામનગર, લાભુબેન વા ઓ મોહનભાઇ ડાભી રહે.ગીંગણી ગામ તા-જામજોધપુર જી.જામનગર અને દયાબેન વા ઓ ચનાભાઇ પરમાર રહે.ગીંગણી ગામ,રામાપીરના મંદીર પાછળ તા-જામજોધપુર જી.જામનગર વાળા શખ્સો ભેગા મળી જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા મળી આવ્યા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા ૨૬૨૦ની રોકડ કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
દર વખતેની જેમ આ વખતે પણ જુગાર દરોડાની રકમને લઈને ફરી વિવાદ સર્જાવવાની શકયતા ઉભી થઇ છે. અગાઉના દરોડામાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક પોલીસને ઘી કેળા થઈ ગયા હોવાની પણ ચર્ચાઓ જાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here